Parag Desai : પરાગ દેસાઈ કોણ હતા? જેમણે 2 હજાર કરોડનું વાઘ બકરી ગ્રૂપનું સામ્રાજ્ય ઊભું કર્યું

Wagh Bakri Tea Group Owner Parag Desai Death : વાઘ બકરી ગ્રૂપના માલિક પરાગ દેસાઇના એકાએક નિધનથી ઉદ્યોગજગત આઘાતમાં. બહુ ઓછા સમયમાં ચા વેચતી કંપનીનું ટર્નઓવર 100 કરોડથી 2000 કરોડ રૂપિયા પહોંચાડી દીધુ હતુ

Wagh Bakri Tea Group Owner Parag Desai Death : વાઘ બકરી ગ્રૂપના માલિક પરાગ દેસાઇના એકાએક નિધનથી ઉદ્યોગજગત આઘાતમાં. બહુ ઓછા સમયમાં ચા વેચતી કંપનીનું ટર્નઓવર 100 કરોડથી 2000 કરોડ રૂપિયા પહોંચાડી દીધુ હતુ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Parad Deasi Executive Director, Wagh Bakri Tea Group | Parad Deasi Death | Parad Deasi Wagh Bakri Tea Group | Wagh Bakri Tea Group | Wagh Bakri Tea |

ચા કંપની વાઘ બકરી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પગાર દેસાઇનું 22 ઓક્ટોબરે નિધન થયું છે. (Photo - waghbakritea.com)

Wagh Bakri Group Owner Parag Desai Death In Ahmedabad : વાઘ બકરી ગ્રૂપના માલિક પરાગ દેસાઈનું રવિવારે અમદાવાદમાં અવસાન થયું હતું. કંપનીએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. તેઓ 49 વર્ષના હતા. કંપનીએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું હતું કે, અમારા પ્રિય પરાગ દેસાઇના દુઃખદ અવસાન વિશે જણાવતા અમને દુઃખ થયું છે. વાઘ બકરી ટી ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ દેસાઈના પુત્ર પરાગના પરિવારમાં તેમની પત્ની વિદિશા અને પુત્રી પરીશા છે. વાધ બકરી ગ્રૂપના માલક પરાગ દેસાઈના એકાએક નિધનથી તેમના પરિવાર અને ઉદ્યોગજગતને આઘાત લાગ્યો છે.

Advertisment

વાઘ બકરી ગ્રૂપના માલિક પરાગ દેસાઈનું મૃત્યુનું કારણ રખડતા કુતરાઓ (Parag Desai Death In Ahmedabad)

મીડિયા રિપોર્ટ અનુસાર, તેમના નિવાસસ્થાનની બહાર રખડતા કૂતરાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ પરાગ દેસાઈનું બ્રેઈન હેમરેજથી મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાની વાતકરીયે તો ગત 15 ઑક્ટોબરે, જ્યારે પરાગ દેસાઈ સવારે મોર્નિંગ વોક કરી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમના પર રખડતા કૂતરાઓના ટોળાએ હુમલો શરૂ કર્યો હતો. જે બાદ તેઓ નીચે પડી ગયા હતા, અને માથામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તરત જ શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ પછી તેમને સર્જરી માટે ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબર, રવિવારે તેમનું અવસાન થયું.

Advertisment

વાધ બકરી ગ્રૂપની સ્થાપના ક્યારે-કોણ કરી (Wagh Bakri Group Turnover)

વાઘ બકરી ગ્રૂપની સ્થાપના નારણદાસ દેસાઈ દ્વારા 1892માં કરવામાં આવી હતી. હાલ કંપનીનું ટર્નઓવર ₹2,000 કરોડથી વધુ છે અને તે ભારતમાં 50 મિલિયન કિલોથી વધુ ચાનું વેચાણ કરતી અગ્રણી પેકેજ્ડ ટી કંપનીઓ પૈકીની એક છે. કંપની 24 રાજ્યોમાં કાર્યરત છે અને લગભગ 60 દેશોમાં નિકાસ કરે છે.

Parad Deasi Executive Director, Wagh Bakri Tea Group | Parad Deasi Death | Parad Deasi Wagh Bakri Tea Group | Wagh Bakri Tea Group | Wagh Bakri Tea |
ચા કંપની વાઘ બકરી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પગાર દેસાઇનું 22 ઓક્ટોબરે નિધન થયું છે. (Photo - waghbakritea.com)

ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક પરાગ દેસાઈએ અમેરિકાના ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું. વાઘ બકરી ટી ગ્રૂપના બોર્ડમાં બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ પૈકીના એક પરાગ દેસાઈ 1995માં પારિવારિક વ્યવસાયમાં જોડાયા હતા ત્યારે કંપનીની આવક 100 કરોડ રૂપિયાથી ઓછી હતી. પરાગ દેસાઈએ અમદાવાદની બહાર બિઝનેસ વિસ્તારવાની જવાબદારી સંભાળી અને ઈકોમર્સ પ્લેટફોર્મ buytea.com લોન્ચ કર્યું. તેમણે જૂથના વેચાણ, માર્કેટિંગ અને નિકાસની કામગીરી સંભાળી હતી.

આ પણ વાંચો |  વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈ નું નિધન, આ રીતે દુર્ઘટનાનો ભોગ બન્યા?

પરાગ દેસાઈએ ટી ગ્રૂપનું વ્યૂહાત્મક રીતે પરિવર્તન કર્યું અને સમગ્ર ભારતમાં 70 થી વધુ ટી લાઉન્જ અને ટી વર્લ્ડ લોન્ચ કર્યા. તેમણે જૂથની ઈ-કોમર્સ, સોશિયલ અને ડિજિટલ મીડિયાની હાજરીને પણ મજબૂત કરી. તેઓ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) સહિત અનેક ઔદ્યોગિક સંગઠનોમાં સક્રિય હતા. ફોર્બ્સ ઈન્ડિયા અનુસાર, ટાટા અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL) પછી વાઘ બકરી ભારતની ત્રીજી સૌથી મોટી પેકેજ્ડ ટી કંપની છે.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત બિઝનેસ