લોકસભા ચૂંટણી 2024 : પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી, ક્ષત્રિય સમાજને કરી આ અપીલ

Parshottam Rupala Nomination Form On Rajkot Constituency : ગુજરાતમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા છે. રૂપાલા સહિત ગુજરાતમાં 18 નેતાઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરશે. જાણો કોણ કઇ બેઠક પરથી ફોર્મ ભરશે

Written by Ajay Saroya
Updated : April 16, 2024 13:59 IST
લોકસભા ચૂંટણી 2024 : પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી, ક્ષત્રિય સમાજને કરી આ અપીલ
પુરુષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર છે. (Photo - @PRupala)

Parshottam Rupala Nomination Form On Rajkot Constituency : ગુજરાતમાં ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે વિજય મુહૂર્તમાં રાજકોટથી લોકસભા ઉમેદવાર પત્ર ભર્યું છે. પુરુષોત્તમ રૂપાલા રાજકોટના જાગનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ભાજપ કાર્યકર્તાઓ સાથે લોકસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા. આ દરમિયાન રૂપાલા સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતબોધરા સહિત ભાજપના અગ્રણી નેતાઓ હાજર હતા. રૂપાલા સહિત ગુજરાતમાં 18 નેતાઓ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરશે.

પુરુષોત્તમ રૂપાલા રૂપલા વિજય મુહૂર્તમાં ઉમેદવાર ફોર્મ ભર્યું

ક્ષત્રિય સમાજન વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા વિજય મુહૂર્તમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. ઉમેદવાર ફોર્મ ભરવાનું વિજય મુહૂર્ત આજે બપોરના 12.39 કલાકે છે.

parshottam rupala | parshottam rupala image | bjp candidate parshottam rupala | rajkot candidate parshottam rupala
પુરુષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર છે. (Photo – @PRupala)

ભાજપ વાયદા પૂરા કરે છે, ક્ષત્રિય સમાજના સહકારની જરૂર : પુરુષોત્તમ રૂપાલા

પુરુષોત્તમ રૂપાલા એ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પહેલા રૂપાલાએ રાજકોટમાં બહુમાળી ચોક સાથે જનસભા સંબોધી હતી. રામ રામ સાથે ભાષણની શરૂઆત કરતા પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, નેતાઓ અને સમર્થકોનો આભાર માનું છે. ભાજપ જે વાયદા આપે છે તે પૂરા કરે છે. ક્ષત્રિય સમાજના સહકારની જરૂર છે.

પુરુષોત્તમ રૂપાલા રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા

ક્ષત્રિય સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા વાજતે ગાજતે રેલી સાથે લોકસભા ઉમેદવારનું ફોર્મ નીકળ્યા છે. ઉમેદવાર ફોર્મ ભરવા નીકળેલા પુરુષોત્તમ રૂપાલા ખુલ્લી જીપમાં નીકળ્યા હતા. રાજકોટના જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક તરફ જવા નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં ભાજપ સમર્થક કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે.

પુરુષોત્તમ રૂપાલાની રેલીમાં કડક સુરક્ષા બંદોબસ્ત

પુરુષોત્તમ રૂપાલા રેલી સાથે લોકસભા ઉમેદવાર ફોર્મ નીકળ્યા છે. હાલ ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે કોઇ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. રૂપાલાની આ રેલીમાં 400થી વધુ પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો | ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર યાદી : 26 બેઠક નું ચિત્ર સ્પષ્ટ, જાણો – કોની સામે કોણ?

આજે 18 નેતા લોકસભા ઉમેદવારનું ફોર્મ ભરશે

અમદાવાદ પશ્ચિમથી કોંગ્રેસના ભરત મકવાણા ઉમેદવારી ફોર્મ ભરશે.

અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણા ઉમેદવારી ફોર્મ ભરશે.

ગાંધીનગરથી કોંગ્રેસના સોનલ પટેલ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે.

બનાસકાંઠાથી ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ફોર્મ ભરશે.

સુરત લોકસભા બેઠક પર ભાજપ તરફથી મુકેશ દલાલ ઉમેદવારી ફોર્મ ભરશે.

આણંદમાં ભાજપના મિતેષ પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે.

છોટાઉદેપુરમાં કોંગ્રેસ સુખરામ રાઠવા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરશે.

દાહોદમાં ભાજપ નેતા જશવંતસિંહ ભાભોર ઉમેદવારી ફોર્મ ભરશે.

અમરેલીથી કોંગ્રેસના જેની ઠુમર ઉમેદવારી ફોર્મ ભરશે.

વલસાડમાં કોંગ્રેસના અનંત પટેલ લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે .

ખેડામાં ભાજપ નેચા દેવુસિંહ ચૌહાણ લોકસભા ચૂંટણીનુ ઉમેદવારી ફોર્મ ભરશે.

સાબરકાંઠામાં કોંગ્રેસ તરફથી તુષાર ચૌધરી ઉમેદવારી ફોર્મ ભરશે.

ભાવનગરમાં આપ પાર્ટીના નેતા ઉમેશ મકવાણા ઉમેદવારી ફોર્મ ભરશે.

પાટણમાં ભાજપના ભરતસિંહ ડાભી ઉમેદવારી ફોર્મ ભરશે.

કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા ઉમેદવારી ફોર્મ ભરશે.

કચ્છમાં કોંગ્રેસના નિતેશ લાલન ઉમેદવારી ફોર્મ ભરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ