/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Parshottam-Rupala-vs-Kshatriyas.jpg)
પરષોત્તમ રૂપાલા વિ ક્ષત્રિયોનું વિરોધ પ્રદર્શન
ગોપાલ કટેશીયા | Parshottam Rupala vs Kshatriyas : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિપ્પણી સામે ગુજરાતમાં ક્ષત્રિયો દ્વારા ચાલી રહેલા વિરોધ વચ્ચે, શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની જાહેર સભામાં સમુદાયના કેટલાક સભ્યો પહોંચી ગયા હતા, અને કાળા ઝંડા અને સીત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો.
ઘટનાના એક કથિત વિડિયોમાં ખંભાળિયામાં પાર્ટીની નવી ઓફિસ બિલ્ડિંગના પરિસરમાં ભાજપના બૂથ-સ્તરના કાર્યકરોના બેઠકના સ્થળે ઉથલાવેલ ખુરશીઓ વચ્ચે પુરુષોનું એક જૂથ સૂત્રોચ્ચાર કરતા અને કાળા ઝંડા લહેરાવતુ જોવા મળ્યું હતુ. દ્વારકેશ કમલમ નામની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવા માટે પાટીલ પહોંચ્યા અને સભાને સંબોધિત કરવા ગયા, તે જ સમયે તરત જ વિરોધ શરૂ થયો. અન્ય કથિત વિડિયોમાં એક મોટી ભીડ નવી ઓફિસ બિલ્ડિંગ તરફ આગળ વધી રહી હતી.
રુપાલાએ રાજકોટમાં દલિત સમુદાયના કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી કે, અંગ્રેજો સહિતના વિદેશી શાસકોએ જુલમ કરતી વખતે કંઈપણ પાછળ છોડ્યું ન હતું અને આખરે રાજાઓને નમવું પડ્યું હતું અને "તેમની અને તેમની પુત્રીઓ સાથે રોટી-બેટીનો વ્યવહાર કરવો પડ્યો હતો."
2024 ની લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠક પરથી પક્ષના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા રૂપાલાએ પોતાની ટિપ્પણી માટે બે વખત માફી માંગી છે. 2 એપ્રિલના રોજ, પાટીલે પોતે ક્ષત્રિયોને "વિનંતી" કરી હતી કે, તેઓ મોટું હૃદય બતાવે, હવે તેમના ગુસ્સા પર કાબૂ રાખે અને રૂપાલાને માફ કરે અને "પક્ષમાં (ચૂંટણી પ્રચારમાં) જોડાઓ, જેમ તેઓ વર્ષોથી કરતા આવ્યા છે."
ખંભાળિયાના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે.સરવૈયાએ ​​ક્ષત્રિય સમાજના સભ્યોના વિરોધની પુષ્ટી કરી હતી. “કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સામે ચાલી રહેલા રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે, ક્ષત્રિય સમાજનું ટોળું સભા સ્થળે પહોંચ્યું હતું અને કાળા ધ્વજ ફરકાવ્યા હતા. જૂથના સભ્યોએ સ્થળની અંદર જબરદસ્તીથી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમે તેમને શાંત કર્યા અને આખરે તેઓ ચાલ્યા ગયા.” સરવૈયાએ ​​ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ.
ઈન્સ્પેક્ટર સરવૈયાએ ​​કહ્યું કે, આવી કોઈ અથડામણ થઈ નથી. "શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પછી, તેઓ વિખેરાઈ ગયા. ત્યાં કોઈ હિંસા નહોતી થઈ, કે પોલીસે બળનો ઉપયોગ પણ કરવો પડ્યો ન હતો.”
વિરોધ કરી રહેલા ક્ષત્રિય સંગઠનો ભાજપે લોકસભાની ચૂંટણી માટે રૂપાલાને આપેલી ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યા છે, પરંતુ ભાજપ પક્ષ પણ ટસનો મસ થયો નથી. શનિવારે ભાજપે હોર્ડિંગ્સ લગાવ્યા હતા, જેમાં લખ્યું હતું: "રાજકોટ મજબૂત રીતે રૂપાલા પાછળ છે".
આ પણ વાંચો - ગુજરાત: રાજ્યની તમામ 26 બેઠકો પર 5 લાખ મતોથી જીતવાનો ભાજપનો લક્ષ્યાંક, જાણો શું છે પ્લાન?
આ દરમિયાન, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. રૂપાલા સાહેબ પહેલા જ (તેમની ટિપ્પણી માટે) માફી માંગી ચૂક્યા છે. ક્ષત્રિય એ એવો સમુદાય છે, જેણે ભૂતકાળમાં ઘણા લોકોને માફ કર્યા છે. મને ખાતરી છે કે, આ મુદ્દો ઉકેલાઈ જશે.” રૂપાણીએ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં આ જણાવ્યું હતું.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us