/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/Accident-vadodara-highway.jpg)
અકસ્માતી પ્રતિકાત્મક તસવીર
Patan Accident : પાટણ જિલ્લામાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લાના રાધનપુર કચ્છ હાઈવે પર વારાહી નજીક એક જીપ ટ્રક પાછળ ઘુસી જતા 6 લોકોના મોત અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાધનપુર તાલુકાના વારાહી પાસે હાઈવે પર મોટી પીપળી ગામ પાસે એક જીપ પેસેન્જર ફરી જઈ રહી હતી, અચાનક તેનું ટાયર ફાટતા હાઈવે પર ઉભી રહેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, જીપમાં સવાર 6 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 10થી વધુ લોકો ગંભીર તથા સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને રાધનપુર તથા ધારપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, રાધનપુર કચ્છ હાઈવ પર મોટી પીપળી ગામ પાસે એક જીપ રાજસ્થાનના મજૂરોને ભરી જઈ રહી હતી, તે સમયે અચાનક જીપનું ટાયર ફાટ્યું અને જીપ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પર ઉભી રહેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. જીપની સ્પીડ એટલી જબરદસ્ત હતી કે, જીપના આગળના ભાગના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અકસ્માતની જાણ પોલીસને થતા ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી જીપમાં સવાર પેસેન્જરોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી. આ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને રાધનપુર તથા ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ઉભેલા ટ્રેલરને સ્પીડમાં આવતા આઈસરે ટક્કર મારતાં 2નાં મોત
પાટણ પોલીસ અનુસાર, જીપનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા જીપ ટ્રકની પાછળ અથડાઈ જેમાં 6 લોકોના મોત થયા છે, મૃતકોમાં (1) પિનલ વણઝારા (2) કાજલબેન પરમાર (3) સમજુબેન ફુલવાદી (40 રાધાબેન પરમાર (5) અમ્રિતાબેન વણઝારા અને (6) દુદાભાઈ રાઠોડના નામનો સમાવેશ થાય છે.
જ્યારે ઈજાગ્રસ્ત લોકોમાં (1) યાસીન મલિક (2) રોશન મલિક (3) ભમરભાઈ વણઝારા (4) અંજલી વણઝારા (5) સીમા વણઝારા (6) મધુબેન ઠાકોર (7) બાબુભાઈ ઠાકોર (8) સરોજબેન ભીલ (9) ગાયત્રીબેન ભીલ (10) સીતાબેન ભીલ (11) ઝાકીર મલિકના નામની ઓળખ થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાધનપુર તથા ધારપુર હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા છે. મૃતકો તથા ઈજાગ્રસ્તોના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે, સાથે અકસ્માત કેવી રીતે સર્જાયો તે મામલે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us