પાટણ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભરતસિંહ ડાભીનો વિજય, ચંદનજી ઠાકોરે આપી જોરદાર ટક્કર

Patan Lok Sabha Eelection Result 2024, પાટણ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપના ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે 31,876 મતોથી વિજય મેળવ્યો

Written by Ashish Goyal
Updated : June 05, 2024 00:08 IST
પાટણ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભરતસિંહ ડાભીનો વિજય, ચંદનજી ઠાકોરે આપી જોરદાર ટક્કર
પાટણ લોકસભા બેઠક પર ભરતસિંહ ડાભીનો ચંદનજી ઠાકોર સામે વિજય (તસવીર - વિકીપીડિયા)

Patan Lok Sabha Eelection Result 2024 : પાટણ લોકસભા ચૂંટણી 2024 પરિણામ જાહેર થઇ ગયું છે. ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખ્યું છે. મત ગણતરીમાં ભારે ઉતારચઢાવના અંતે ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે 31,876 મતોથી વિજય મેળવ્યો છે.

પાટણ લોકસભા બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર વચ્ચે જોરદાર જંગ હતો. વિવિધ રાઉન્ડની મત ગણતરીમાં બંને ઉમેદવારો એકબીજાને ટક્કર આપતા દેખાયા હતા. જોકે છેવટે ભરતસિંહ ડાભીએ જીત મેળવી છે. ભરતસિંહ ડાભીને 5,91,947 મત મળ્યા છે. જ્યારે ચંદનજી ઠાકોરને 5,60,071  મત મળ્યા છે.

પાટણ બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારપક્ષમળેલ મતહાર જીત
ભરતસિંહ ડાભીભાજપ5,91,947જીત
ચંદનજી ઠાકોરકોંગ્રેસ5,60,071હાર

પાટણ લોકસભા સીટ પર 58.56 ટકા મતદાન

પાટણ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. પાટણમાં કુલ 58.56 ટકા મતદાન થયું હતું. જેમાં ચાણસ્મા વિધાનસભા સીટ પર 56.12 ટકા, પાટણ 58.15 ટકા, રાધનપુર 53.67 ટકા, વડગામ 65.24 ટકા, કાંકરેજ 55.38 ટકા, સિદ્ધપુર 62.68 ટકા અને ખેરાલુમાં 59.34 ટકા મતદાન નોંધાયું હતું.

2019માં શું હતું પરિણામ

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો 1,93,879 મતોથી વિજય થયો હતો. ભરત સિંહને 56.24 ટકા અને જગદીશ ઠાકોરને 39.02 ટકા વોટ મળ્યા હતા.

gujarat lok sabha election result 2024 | gujarat lok sabha election 2024 winners list | gajarat bjp lok sabha election 2024 winners list | bjp | congress | parshottam rupala | geniben nagaji thakor | amit shah | CR Patil
પાટણ લોકસભા બેઠક પર ભરતસિંહ ડાભીનો વિજય

આ પણ વાંચો – જામનગર લોકસભા ચૂંટણી પરિણામ 2024 : પૂનમ માડમની હેટ્રિક , 2 લાખથી વધુ મતોથી વિજય

પાટણ લોકસભા બેઠક પર ચૂંટાયેલા સંસદ સભ્યો

વર્ષચૂંટાયેલા સંસદ સભ્યપાર્ટી
1957ઠાકોર મોતીસિંહકોંગ્રેસ
1962પરષોત્તમદાસ પટેલકોંગ્રેસ
1967ડીઆર પરમારસ્વતંત્ર પાર્ટી
1971ખેમચંદ ચાવડાકોંગ્રેસ
1977ખેમચંદ ચાવડાજનતા પાર્ટી
1980હીરાલાલ પરમારકોંગ્રેસ
1984પૂનમચંદ વણકરકોંગ્રેસ
1989ખેમચંદ ચાવડાજનતાદળ
1991મહેશ કનોડિયાભાજપ
1996મહેશ કનોડિયાભાજપ
1998મહેશ કનોડિયાભાજપ
1999પ્રવિણ રાષ્ટ્રપાલકોંગ્રેસ
2004મહેશ કનોડિયાભાજપ
2009જગદીશ ઠાકોરકોંગ્રેસ
2014લીલાધર વાઘેલાભાજપ
2019ભરતસિંહ ડાભીભાજપ

1957થી પાટણ બેઠક પર યોજાયેલી 16 ચૂંટણીઓમાં છ વાર કોંગ્રેસ, છ વાર ભાજપ, એક-એક વખત સ્વતંત્ર પક્ષ, જનતા પક્ષ અને જનતા દળ ચૂંટણી જીત્યા છે.

પાટણ લોકસભા બેઠક 10 ઉમેદવારો

ક્રમઉમેદવારપાર્ટી
1ચંદનજી ઠાકોરકોંગ્રેસ
2ભરતસિંહજી ડાભીભાજપા
3બળવંત છત્રાલીયાબસપા
4મસીહુલ્લાહ ઘાઘાસોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા
5રાકેશભાઈ શર્મારાષ્ટ્રીય સમાજ પક્ષ
6અબ્દુલકુદ્દુસઅપક્ષ
7અબ્દુલહક ઈસ્માઈલ નેદારીયાઅપક્ષ
8ધનજીભાઈ ચંદુરાઅપક્ષ
9કિશનભાઈ ઠાકોરઅપક્ષ
10સોયબ હાસમ ભોરણીયાઅપક્ષ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ