પીએમ મોદી ડિગ્રી વિવાદ : અરવિંદ કેજરીવાલને ફટકો, માનહાનિના કેસમાં ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપવાનો ઇન્કાર કર્યો

pm modi degree case : ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે આ મામલો ગંભીર છે અને આ સમયે તેના પર રોક લગાવવી કાયદાકીય રીતે યોગ્ય રહેશે નહીં, કારણ કે હાલ કોર્ટ આ કેસની સુનાવણી કરવા જઈ રહી છે

pm modi degree case : ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે આ મામલો ગંભીર છે અને આ સમયે તેના પર રોક લગાવવી કાયદાકીય રીતે યોગ્ય રહેશે નહીં, કારણ કે હાલ કોર્ટ આ કેસની સુનાવણી કરવા જઈ રહી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
arvind Kejriwal | pm modi degree case

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

pm modi degree case: પીએમ નરેન્દ્ર મોદીના ડિગ્રી મામલાને લઇને દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના સાંસદ સંજય સિંહને ફટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા કેસ પર સ્ટે મુકવાનો ઇન્કાર કરી દીધો છે. હાઈકોર્ટનું કહેવું છે કે આ મામલો ગંભીર છે અને આ સમયે તેના પર રોક લગાવવી કાયદાકીય રીતે યોગ્ય રહેશે નહીં, કારણ કે હાલ કોર્ટ આ કેસની સુનાવણી કરવા જઈ રહી છે.

Advertisment

જસ્ટિસ સમીર દવેએ કહ્યું કે કેજરીવાલ અને સંજય સિંહે અગાઉ સેશન્સ કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ હાજર થઈને પોતાના નિવેદનો નોંધશે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મુકવાની આપ નેતાઓની અરજી ફગાવી દીધી છે. કોર્ટે ગુજરાત યુનિવર્સિટીને પોતાનો જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારી હતી.

જસ્ટિસ દવેએ પૂછ્યું કે આપ નેતા ક્યારે હાજર થઈ રહ્યા છે. તમે ખાતરી આપી હતી કે તમે 11 ઓગસ્ટે હાજર રહેશો. આવી સ્થિતિમાં તમારે હાજર રહેવું પડશે. દવેએ કહ્યું કે એવું લાગે છે કે તમે કોર્ટમાં હાજર થવાનું ટાળી રહ્યા છો. આ યોગ્ય નથી.

આ પણ વાંચો - ગુજરાત હાઈકોર્ટની ટકોર : ‘ટાયર કિલર લગાવો ત્યાં CCTV પણ લગાવો, … સુધારવા અશક્ય’

Advertisment

કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મિહિર જોશીએ કહ્યું કે મેજિસ્ટ્રેટનો આદેશ ખોટો હતો. તેમણે કહ્યું કે આ માનહાનિના કેસમાં વ્યક્તિગત ઉપસ્થિતિની આવશ્યકતા નથી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે મેટ્રોપોલિટન કોર્ટે બે વાર વ્યક્તિગત હાજર રહેવાની છૂટ આપી હતી. ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મિતેશ અમીને જણાવ્યું હતું કે કેજરીવાલ અને સંજયસિંહે અગાઉ મેજિસ્ટ્રેટને શપથપત્ર આપ્યો હતો કે તેઓ 11 ઓગસ્ટે હાજર રહેશે. અમીને કહ્યું કે એફિડેવિટનું સન્માન થવું જોઈએ.

મેટ્રોપોલિટન કોર્ટે 11 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને આપના રાજ્યસભાના સભ્ય સિંહને માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યું હતું. આપના બંને નેતાઓએ મેટ્રોપોલિટન કોર્ટના સમન્સને પડકારતી સેશન્સ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી હતી. કોર્ટે તેમની અરજી સાત ઓગસ્ટના રોજ ફગાવી દીધી હતી, જેના પગલે તેમણે ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.

હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટ ગુજરાતી ન્યૂઝ અરવિંદ કેજરીવાલ ગુજરાત PM Narendra Modi