PM Modi degree case | પીએમ મોદી ડીગ્રી કેસ: સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યો ઝટકો, રાહત આપવાનો કર્યો ઈન્કાર

PM Modi Degree Case : પીએમ નરેન્દ્ર મોદી ડિગ્રી કેસમાં ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસ (Defamation Case) માં સુપ્રીમ કોર્ટે (Supreme Court) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. આ મામલો ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ પેન્ડિંગ છે અને 29 ઑગસ્ટના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ છે

Written by Kiran Mehta
August 25, 2023 19:32 IST
PM Modi degree case | પીએમ મોદી ડીગ્રી કેસ: સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યો ઝટકો, રાહત આપવાનો કર્યો ઈન્કાર

Arvind Kejriwal News : સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી ડિગ્રી કેસમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, કેજરીવાલની ટ્રાયલ પર સ્ટે મૂકવાની અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે આશા વ્યક્ત કરી હતી કે, હાઇકોર્ટ 29 ઓગસ્ટની સૂચિબદ્ધ તારીખે આ મામલે નિર્ણય કરશે.

આ અરજી ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા દાખલ કરવામાં આવી હતી

ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આરટીઆઈ હેઠળ પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેની માહિતી આપતા CEC ના આદેશને ફગાવી દીધા બાદ તેમણે આ અરજી દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીએ કહ્યું કે, તેઓ અરજી પર નોટિસ જારી કરી રહ્યાં નથી કારણ કે, આ મામલો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે અને 29 ઑગસ્ટના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટ અને અરવિંદ કેજરીવાલ હાઈકોર્ટ સમક્ષ તેમની ફરિયાદ લઈ શકે છે.

કેજરીવાલની અરજી પર સુનાવણીની શરૂઆતમાં, તેમના તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે, હાઈકોર્ટે તેમની સામેની માનહાનિની ​​કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપવાનો ખોટી રીતે ઈન્કાર કર્યો છે. યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કેજરીવાલે તથ્યોને દબાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે 11 ઓગસ્ટે AAP નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેની તેમની ટિપ્પણીના સંદર્ભમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી માનહાનિની ​​કાર્યવાહી પર વચગાળાના સ્ટેની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

અગાઉ, ગુજરાતની એક મેટ્રોપોલિટન કોર્ટે કેજરીવાલ અને સિંહને વડા પ્રધાન મોદીની ડિગ્રી અંગેના તેમના “વ્યંગાત્મક” અને “અપમાનજનક” નિવેદનો બદલ માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યા હતા. આ મામલાની સુનાવણી 31મી ઓગસ્ટે થશે. બાદમાં, બંને AAP નેતાઓએ આ મામલે મેટ્રોપોલિટન કોર્ટના સમન્સને પડકારતી સેશન્સ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી હતી.

સેશન્સ કોર્ટે અરજી ફગાવી દીધી હતી

જો કે, સેશન્સ કોર્ટે 7 ઓગસ્ટના રોજ ટ્રાયલ પર વચગાળાના સ્ટેની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી, જેના પગલે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા. હવે સેશન્સ કોર્ટમાં રિવ્યુ અરજીની સુનાવણી 16 સપ્ટેમ્બરે થશે. માત્ર કેજરીવાલે 11 ઓગસ્ટના હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી

પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ અને ટ્વિટર હેન્ડલ્સમાં પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટીને નિશાન બનાવતા “અપમાનજનક” નિવેદનો કર્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીને નિશાન બનાવતી તેમની ટિપ્પણીઓ અપમાનજનક હતી અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે, જેણે લોકોમાં પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે. પટેલે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, “તેમના નિવેદનો કટાક્ષભર્યા હતા અને તે જાણી જોઈને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને બગાડવા માટે કરવામાં આવ્યા હતા.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ