Vande Metro Details : પીએમ મોદી દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને દેખાડશે લીલીઝંડી, જાણો ટાઇમ, ભાડું અને સ્ટોપેજ સહિત બધી જ માહિતી

Vande Bharat Metro Ahmedabad Bhuj Train: અમદાવાદ-ભુજ વચ્ચે દોડતી વંદે ભારત મેટ્રો ટ્રેન નવ સ્ટેશનો પર ઉભી રહેશે અને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છ અને ક્વાર્ટર કલાકમાં 360 કિલોમીટરનું અંતર કાપશે.

Vande Bharat Metro Ahmedabad Bhuj Train: અમદાવાદ-ભુજ વચ્ચે દોડતી વંદે ભારત મેટ્રો ટ્રેન નવ સ્ટેશનો પર ઉભી રહેશે અને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છ અને ક્વાર્ટર કલાકમાં 360 કિલોમીટરનું અંતર કાપશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
country first Vande Metro train

ભારતની પહેલી વંદે મેટ્રો ટ્રેન -photo - Social media

Vande Metro Ahmedabad Bhuj Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અમદાવાદ-ભુજ વચ્ચે દોડતી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદી બીજી ઘણી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. અમદાવાદ-ભુજ વચ્ચે દોડતી વંદે ભારત મેટ્રો ટ્રેન નવ સ્ટેશનો પર ઉભી રહેશે અને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છ અને ક્વાર્ટર કલાકમાં 360 કિલોમીટરનું અંતર કાપશે.

Advertisment

શું હશે વંદે મેટ્રોનો સમય? (Vande Metro Time)

ભુજ અને અમદાવાદ વચ્ચે દોડતી 12 એસી કોચની વંદે ભારત મેટ્રો ટ્રેન (ટ્રેન નંબર 94802) સવારે 5:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ જંકશન પહોંચશે.

ભુજ-અમદાવાદ વચ્ચે દોડતી વંદે મેટ્રો ટ્રેન રવિવાર સિવાય દરરોજ દોડશે. જો અમદાવાદથી ભુજ જતી 94801 વંદે ભારત મેટ્રો ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેન શનિવાર સિવાય દરરોજ સાંજે 17.30 કલાકે ઉપડશે અને 23.10 કલાકે ભુજ પહોંચશે.

https://twitter.com/WesternRly/status/1835302150357889077

અમદાવાદ-ભુજ વંદે મેટ્રો કયા સ્ટેશનો પર સ્ટોપેજ કરશે? (Vande Metro Stoppage)

Advertisment

અમદાવાદ ભુજ વંદે મેટ્રો ટાઇમિંગ સ્ટોપેજઃ અમદાવાદ અને ભુજ વચ્ચે દોડનારી દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનને સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-પીએમ મોદી ગુજરાત પ્રવાસ : પીએમનું ગુજરાતમાં આગમન, સોમવારનો આવો છે કાર્યક્રમ

સામાન્ય મુસાફરો માટે વંદે મેટ્રો ટ્રેન ક્યારે શરૂ થશે?

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સામાન્ય મુસાફરો માટે વંદે ભારત મેટ્રો ટ્રેન 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટ્રેન અમદાવાદથી શરૂ થશે અને તેનું પ્રતિ પેસેન્જર ભાડું 455 રૂપિયા રહેશે. 12 એસી કોચવાળી આ ટ્રેનમાં 1150 મુસાફરોને બેસવાની સુવિધા હશે.

અમદાવાદ રેલવે ગુજરાત PM Narendra Modi