પીએમ મોદી ગુજરાત પ્રવાસ : રાજકોટ, મોરબી જિલ્લાને શું મળશે?

PM Narendra Modi Gujarat : પીએમ નરેન્દ્ર મોદી રાજકોટ (Rajkot) માં 4309 કરોડ, મોરબી (Morbi) માં 2738 કરોડ અને અન્ય જિલ્લામાં 663 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.

Written by Kiran Mehta
October 19, 2022 13:45 IST
પીએમ મોદી ગુજરાત પ્રવાસ : રાજકોટ, મોરબી જિલ્લાને શું મળશે?
રાજકોટ મોરબી જિલ્લામાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેમણે સૌપ્રથમ ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ધાટન કર્યું અને હવે પીએમ મોદી સાંજે રાજકોટ ખાતે રોડ શો યોજી વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી સભા સંબોધશે. તો જોઈએ રાજકોટ, મોરબી અને અન્ય જિલ્લાને 7710 કરોડ રૂપિયાની કઈ-કઈ પ્રજાલક્ષી સુવિધાનો લાભ મળશે.

રાજકોટ, મોરબી સહિતના જિલ્લાને શું મળશે?

તમને જણાવી દઈએ કે, પીએમ મોદી રાજકોટમાં 4309 કરોડ, મોરબીમાં 2738 કરોડ અને અન્ય જિલ્લામાં 663 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.

  • જેમાં GHTC-I લાઈટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ 1144 મકાનોનું બાંધકામ. 118.89 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ મકાનો ટનલ ફોર્મ વર્ક ટેક્નોલોજી સાથે બનાવવામાં આવ્યા છે, જે રહેવાસીઓના જીવનધોરણ અને ગુણવત્તામાં વધારો કરશે.
  • આ સિવાય પ્રાદેશિક વિજ્ઞાન – 10 એકરમાં પથરાયેલ અને 86.46 કરોડના ખર્ચે બનેલ આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રમાં નોબેલ પ્રાઈઝ ગેલરી, રોબોટિક ગેલરી 3-ડી થિયેટર વગેરેનો સામાવેશ થાય છે, જે સૌરાષ્ટ્રના 1.5 કરોડથી વધુ લોકોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે રૂચિ પેદા કરશે.
  • તો 25.80 કરોડના ખર્ચે 4-લેન અને 6-લેન રોડ – આ રસ્તાઓ કનેક્ટિવિટીને વધારવાની સાથે AIIMS સુધીના રસ્તાને સરળ બનાવશે. તો અન્ય 227.24 કરોડના ખર્ચે હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાના મવા બ્રિજ, અને રેલવે માટે પેસેન્જર સુવિધાઓ જેવા પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.

શિલાન્યાસ

  • રાજકોટ મોરબી અને જામનગર ખાતે જીઆઈડીસી – રૂ. 2958.57 કરોડના ખર્ચે તૈયાર થનાર જીઆઈડીસી સૌરાષ્ટ્રના લોકોને ઘરઆંગણે રોજગારીની હજારો તકો પુરી પાડશે.
  • ભારતમાલા પરિયોજના અતર્ગત 6-લેન જેતપુર ગોડલ રાજકોટ સેક્શન – જે ગાલના 4-લેન જેતપુર-ગોંડલ-રાજકોટ રોડ સેક્શનને પહોળા કરવાની કામગીરીને ઈપીસી મોડ પર 1204.8 કરોડના ખર્ચે 117.6થી 185 કિમી કરી 6 લેન કરવામાં આવશે જે કનેક્ટિવીટીમાં સુધારો કરશે અને નેશનલ હાઈવે-27 પર ટ્રાફિક હળવો બનાવશે.
  • અમૂલ ડેરી પ્રોજેક્ટ – જીસીએમએમએફ રૂ. 500 કરોડના ખર્ચે 20 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતા સાથે નવો આધુનિક માઈક્રોપ્રોસેસર સંચાલિત ડેરી પ્લાન્ટ સ્થપાશે કે જે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને પશુપાલન માટે પ્રોત્સાહિત કરશે.
  • રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર ખાતે પાણી પુરવઠાની કામગીરી – રૂ. 941.28 કરોડના પાણી પુરવઠાના કામોથી દુર્ગમ વિસ્તારોમાં લોકોને રોજિંદા ઉપયોગ માટે પાણી પુરૂ પાડવામાં આવશે.
  • 436 કરોડના ખર્ચે રસ્તાઓનું ફોર લેનિંગ, નવુ જિલ્લા કોર્ટ બિલ્ડીંગ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ફાયર સ્ટેશન, મોટા મવા ભીમનગર બ્રિજ પહોળો કરવાની કામગીરી જેવા અન્ય વિકાસલક્ષી કામો કરવામાં આવશે.

વિકાસકાર્યોની જાહેરાત

  • મકનસર ગતિ શક્તિ ટર્મિનલ – રૂ. 280 કરોડના ખર્ચે બનનાર આ ટર્મિનલ રાજકોટને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે
  • ટેક્નોલોજી હબ સેન્ટર, ગોંડલ – રૂ. 200 કરોડના ખર્ચે બનનાર ટેક્નોલોજી હબ સેન્ટર સૌરાષ્ટ્રના લોકો માટે ઘરઆંગણે રોજગારી અને કૌશલ્ય વિકાસના માર્ગો ખોલશે.
  • રૂ. 169.94 કરોડના ખર્ચે રસ્તાઓ પહોળા કરવા અને રિસરફેસિંગ , નદીના પુલનું પુનનિર્માણ, ચિલિંગ પ્લાન્ટનું વિસ્તરણ અને ઓટોમેશન ડેરી યુનિટ વગેરે જેવા અન્ય વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ