ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પંચમહાલના આદિવાસી વિસ્તાર જાંબુઘોડાની મુલાકાત લીધી હતી અને અહીં આદિવાસી વિસ્તારના લોકોને અંદાજે 885 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી હતી. વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરતાં તેમણે આદિવાસી વિકાસ પર ભાર મુક્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, દેશમાં આઝાદી કાળથી જ્યાં સુધી દિલ્હીમાં ભાજપની સરકાર ન આવી ત્યાં સુધી આદિવાસીઓ માટે કોઇ મંત્રાલય ન હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે ઇશારો કરતાં કહ્યું કે, આ નરેન્દ્ર ભુપેન્દ્રની ડબલ એંજિનની સરકાર છે. વિકાસની સરકાર છે. કોઇ સહેજ ફાચર મારી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. સુરક્ષા કવચ રાખવાનું છે. સૌ સાથે મળીને વિકાસ કરવાનો છે.
જાંબુઘાડા આદિવાસી વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, માનગઢમાં અવસર મળ્યો અને હવે તમારી વચ્ચે આવી ગયો, આ જાંબુઘોડા એટલે જોરીયા પરમેશ્વર અને રૂપસિંહ નાયક સહિત અમર સૈનિકોને નમન કરવાનો અવસર છે. માથું નમાવાનો અવસર છે.
વધુમાં તેમણે કહ્યું કે, આ વિસ્તાર માટે આરોગ્ય, શિક્ષણ અને પાયાની જરૂરીયાતોના લોકાપર્ણ અને ખાતમુહૂર્તનો અવસર છે. ગુરૂગોવિદ યુનિવર્સિટી, સેન્ટ્ર્લ સ્કૂલ બનવાને કારણે આવનારી પેઢી થકી દેશમાં ઝંડો ફરકે એવું કામ કરવામાં આવ્યું છે.
જાંબુઘોડાની સ્મૃતિઓને યાદ કરતાં તેમણે કહ્યું કે, જાંબુઘોડા મારા માટે નવું નથી. આ ધરતી પર આવું તો એવું લાગે કોઇ પુણ્ય સ્થળે આવ્યો છે. 1857ની ક્રાંતિમાં આ વિસ્તારે નવી ઉર્જા ભરવાનું કામ કર્યું હતું. 1857ની ક્રાંતિમાં તાત્યા ટોપેનું નામ મોખરે આવે પરંતુ એમની સાથે લડાઇ લડનાર અહીંના સૈનિકો હતા. અંગ્રેજી હકૂમતના પાયા હલાવી દેતા હતા.
ફોટો બગડવો ન જોઇએ – PM મોદીના આગમન પહેલા મોરબીની હોસ્પિટલમાં રંગરોગાનથી લોકોમાં ભારે રોષ
વિરોધ પક્ષો પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશમાં આઝાદી બાદ આવેલી સરકારોએ આદિવાસીઓની કદર કરી ન હતી. જ્યાં સુધી દિલ્હીમાં ભાજપ સરકાર ન આવી ત્યાં સુધી આદિવાસીઓના વિકાસ માટે કોઇ મંત્રાલય ન હતું. ભાજપે સરકારે પહેલી વખત આદિવાસીઓ માટે અલગથી મંત્રાલય બનાવ્યું અને આદિવાસીઓની કદર કરી.