પીએમ નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીના પરિવારનો કર્ણાટકમાં અકસ્માત, કારમાં પુત્ર, પુત્રવધુ અને પૌત્ર પણ હતા

Prahlad Modi Car Accident : મળતી માહિતી પ્રમાણે અકસ્માત કર્ણાટકના મૈસુર તાલુકામાં કડાકોલા પાસે થયો

Prahlad Modi Car Accident : મળતી માહિતી પ્રમાણે અકસ્માત કર્ણાટકના મૈસુર તાલુકામાં કડાકોલા પાસે થયો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

પીએમ નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીના પરિવારનો કર્ણાટકમાં અકસ્માત (Express photos)

PM Modi Brother And Family Members Injured: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકમાં અકસ્માત થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રહલાદ મોદી, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર સાથે મર્સિડિઝ બેન્ઝ કારમાં બાંદીપુરા જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાડી ડિવાઇડર સાથે ટકરાઇ હતી.

Advertisment

આ અકસ્માત કર્ણાટકના મૈસુરથી 13 કિલોમીટર દૂર કડાકોલા પાસે થયો છે. પ્રહલાદ મોદીના પૌત્રના પગમાં ફ્રેક્ચર થયું છે. તેના સિવાય બધા લોકોને નજીવી ઇજા પહોંચી છે. તેમને મૈસુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઇની હાલત ગંભીર નથી.

publive-image
કારના આગળના ભાગમાં ઘણું નુકસાન થયું છે

ટ્વિટર પર વાયરલ થઇ રહેલા વિઝ્યુલમાં જોવા મળે છે કે કારના આગળના ભાગમાં ઘણું નુકસાન થયું છે. દુર્ઘટનાગ્રસ્ત વાહનને બુલડોઝરથી હટાવવામાં આવ્યું છે. ઘટનાની સૂચના મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારી સ્થળ પર પહોંચી ગયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના મતે પોલીસે જણાવ્યું કે બધાને નજીવી ઇજા પહોંચી છે. આ દુર્ઘટના કડાકોલા પાસે લગભગ અઢી વાગ્યાની આસપાસ બની છે.

પ્રહલાદ મોદી રાજનીતિથી દૂર છે. તે ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ અને કેરોસિન લાઇસન્સહોલ્ડર એસોસિયેશનના અધ્યક્ષ છે. તે ઘણી વખત સરકારની નીતિઓ સામે ધરણા-પ્રદર્શનમાં સામેલ થયા છે. આ વર્ષે ઓગસ્ટમાં તે દિલ્ગીના જંતર-મંતરમાં એક ધરણામાં સામેલ થયા હતા.

Advertisment
ગુજરાતી ન્યૂઝ ગુજરાત નરેન્દ્ર મોદી PM Narendra Modi