Vibrant Gujarat: પીએમ મોદી ગુજરાત મુલાકાતે, વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે, જુઓ પુરો કાર્યક્રમ

PM Modi VGSS 2024 inauguration : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસની ગુજરાત મુલાકાતે (Gujarat Visit) આવી રહ્યા, અહીં તેઓ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે, તથા વિવિધ સીઈઓ સાથે મુલાકાત કરશે, તો જોઈએ તોમનો પૂરો કાર્યક્રમ (Program).

Written by Kiran Mehta
Updated : January 08, 2024 17:04 IST
Vibrant Gujarat: પીએમ મોદી ગુજરાત મુલાકાતે, વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે, જુઓ પુરો કાર્યક્રમ
પીએમ મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે

PM Modi VGSS 2024 Inauguration : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત આવશે. પીએમ મોદી આ દરમિયાન ગુજરાત ગ્લોબલ સમિટ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે. એક સરકારી રિલીઝમાં જણાવાયું છે કે, તેઓ સોમવારે રાત્રે આવવાના છે, વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને ત્યારબાદ મંગળવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે, બેઠક બાદ પીએમ બપોરે 3 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.

આ સિવાય વડાપ્રધાન મોદી મંગળવારે સાંજે VGGS માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવેલા UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કરવા અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે.

વડાપ્રધાન સવારે 9:45 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે.

સરકારી રિલીઝમાં જણાવાયું છે કે, આ પછી તે ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. વડા પ્રધાન ત્યારબાદ ગિફ્ટ સિટીની મુલાકાત લેશે, જ્યાં લગભગ 5:15 વાગ્યે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં મુખ્ય બિઝનેસ લીડર્સ સાથે વાર્તાલાપ કરશે” તેઓ બુધવારે રાત્રે દિલ્હી જવા રવાના થશે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ થીમ સાથે યોજાઈ રહી છે. આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. ઉપરાંત, ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય વાઇબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં રોકાણની તકો દર્શાવવા માટે કરશે.

આ સમિટમાં ઇન્ડસ્ટ્રી 4.0, ટેક્નોલોજી અને ઇનોવેશન, ટકાઉ ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી અને ટકાઉપણું તરફ સંક્રમણ જેવા વૈશ્વિક સ્તરે પ્રસ્તુત વિષયો પર સેમિનાર અને પરિષદો સહિત વિવિધ ઇવેન્ટ્સ યોજાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ