PM Modi Gujarat Visit Today: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશરે ત્રણ મહિના પછી ફરીથી ગુજરાતમાં આવી રહ્યા છે. પીએમ મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના મહેમાન બનશે. PM નરેન્દ્ર મોદી આજથી એટલે કે 25 અને 26 ઓગસ્ટના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા બાદ રોડ શો અને નિકોલમાં જાહેર સભા સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો કાર્યક્રમ (25 ઓગસ્ટ 2025)
- આજે 25 ઓગસ્ટ 2025, સાંજે 4 વાગ્યે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે.
- 4.30 વાગ્યે હરીદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ સુધી રોડ શો
- 5.30 વાગ્યે નિકોલ ધોડલધામ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધશે.
- 8.00 વાગ્યે ગાંધીનગર, રાજભવન રાત્રી રોકાણ કશે.
પીએમ મોદીનો કાલનો કાર્યક્રમ (26 ઓગસ્ટ 2025)
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ઓગસ્ટ 2025, સવારે 10 વાગ્યે હાંસલપુર સુઝુકી મોટર્સના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
- ત્યારબાદ ઈવી બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે.
- ત્યારબાદ પીએમ મોદી દિલ્હી જવા માટે રવાના થશે.
PM મોદીના રોડ શોનો રૂટ
- પ્રસ્થાન – હરીદર્શન ચાર રસ્તાથી
- યુનિયન બેંક ચાર રસ્તાથી
- મેંગો સિનેમા ચાર રસ્તાથી
- ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ પર – સમાપન
આ રસ્તાઓ બંધ (બપોરે 2 વાગ્યાથી)
- નરોડા એમ.એસ.સ્કૂલ ચાર રસ્તાથી રાજચંદ્ર સોસાયટી ચાર રસ્તાથી નિકોલ મેંગો સિનેમા ચાર રસ્તા
- દેવસ્ય સ્ટેટસ ફ્લેટ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી રિંગરોડ ભક્તિ સર્કલ સુધી
- રિંગરોડ ભક્તિ સર્કલથી દેવસ્ય સ્ટેટસ ફ્લેટ ત્રણ રસ્તા
- રસપાન ચાર રસ્તાથી ડી માર્ટ ચાર રસ્તા થઈ હરિદર્શન ચાર રસ્તા
- ઓમકાર પ્લાઝા ચાર રસ્તા થઈ ગજાનંગ હાઈટ્સ
- શાયોના એન્ક્લેવ ચાર રસ્તા થઈ ખોડલફાર્મ ચાર રસ્તા થઈ દેવસ્ય સ્કૂલ ચાર રસ્તા
વૈકલ્પિક માર્ગ (બપોરે 2 વાગ્યાથી)
- એમ.એમ.સ્કૂલ ચાર રસ્તાથી વિઠ્ઠલપ્લાઝા ત્રણ રસ્તા થઈ દહેગામ રિંગરોડ સર્કલ થઈ દાસ્તાન સર્કલ
- દાસ્તાન સર્કલથી ભક્તિ સર્કલ થઈ નિકોલ કઠવાડા ચાર રસ્તા
- અમર જવાન સર્કલથી રામરાજ્ય ચોક થઈ ગંગોત્રી સર્કલ થઈ શુકન ચાર રસ્તા
નોંધ- 25 ઓગસ્ટ 2025, બપોરે 2 વાગ્યાથી અમલ થશે.