પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો – ક્યાં કેટલા વાગે પહોંચશે, જુઓ રૂટ મેપ

PM Narendra Modi Ahmedabad road show : પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેમનો આજે અમદાવાદમાં 54 કિમીનો ભવ્ય રોડ શો યોજાશે. નરોડા ગામથી શરૂ થશે જે ચાંદખેડામાં સમાપન થશે. તો જોઈએ તેમના રોડનો પૂરો કાર્યક્રમ

Written by Kiran Mehta
Updated : December 01, 2022 12:17 IST
પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો – ક્યાં કેટલા વાગે પહોંચશે, જુઓ રૂટ મેપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો

PM Narendra Modi Road Show: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર 48 બેઠકો, કચ્છની 6 અને દક્ષિણ ગુજરાતની 28 બેઠકો પર આજે મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરી રહ્યા છે. ત્યારે આજે મતદાનના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પ્રથમ તેઓ તે 1 ડિસેમ્બરે ત્રણ જનસભા સંબોધશે અને અમદાવાદમાં રોડ શો કરશે. 1 ડિસેમ્બરનાં રોજ કાલોલમાં સવારે 10 કલાકે PM મોદી સભા સંબોધશે. બપોરે 1.45 કલાકે હિંમતનગરમાં જાહેરસભા, તેઓ છોટાઉદેપુરમાં પણ સભા સંબોધશે. આ સિવાય આજે પીએમ મોદી અમદાવાદમાં રોડ શો યોજવાના છે. આ રોડ શો નરોડા ગામે 3 વાગ્યાથી શરૂ થઈ ચાંદખેડા આઈઓસી રોડ સુધી 54 કિલોમીટરનો રહેશે.

ત્રણ સભા સંબોધ્યા પછી બપોર 3 વાગ્યાની આસપાસ પીએમ મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે. આ રોડ શો નરોડાથી શરૂ થશે અને ચાંદખેડા સુધી ચાલશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો છે.

પીએમ નરેન્દ્ર મોદી રોડ શો – ક્યાં કેટલા વાગે પહોંચશે

નરોડા ગામ બેઠક -નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની- CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ – અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહઆલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર – બહેરામપુરા- ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ- સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા.

પીએમ મોદી અમદાવાદ ક્યાં કેટલા વાગે પહોંચશે

પીએમ મોદી રૂટ મેપ

અમિત શાહ, જેપી નડ્ડાનો પણ રોડ શો યોજાયો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો બહેરામપુરામાં રોડ શો યોજાયો હતો. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રોડ શો કર્યો હતો. તો આજે વિજાપુર ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલનો રોડ શો યોજવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ

ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સવારે 08.00થી શરૂ થયું જે સાંજે 05.00 સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો

પ્રથમ તબક્કામાં તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો વોટ આપશે. 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો, જ્યારે 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે. જ્યારે 497 ત્રીજી જાતિના મતદારો છે.18થી 19 વર્ષની વયના મતદારોની સંખ્યા 5,74,560 છે. જ્યારે 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોની સંખ્યા 4,945 છે.

આ પણ વાંચોગુજરાત ચૂંટણી પહેલા તબક્કાનું મતદાન: અમરેલી કોંગ્રેસ ઉમેદવાર ગેસ સિલિન્ડર સાથે પહોંચ્યા મતદાન મથકે

સૌરાષ્ટ્રની 48, દ. ગુજરાતની 28 અને કચ્છની 6 બેઠકો પર ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં થશે સીલ

તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રની 48 બેઠકો પર 452 ઉમેદવારો મેદાનમાં છે, તો 1.27 કરોડ મતદારો તેમનું ભાવી નક્કી કરશે. તો દક્ષિણ ગુજરાતની 28 બેઠકો માટે 240 ઉમેદવારો છે, જ્યાં 78.60 લાખ મતદારો છે. કચ્છની 6 બેઠકો માટે 55 ઉમેદવારો મેદાનમાં અહીં 16.34 લાખ મતદારો કોને પોતાના નેતા તરીકે પસંદ કરે છે તે જોવાનું રહ્યું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ