ભાવનગર સમૂહ લગ્નોત્સવ: PM મોદીના આગમનને લઈ સુરક્ષા રિહર્સલ કરાયું

PM Narendra modi Bhavnagar : પીએમ નરેન્દ્ર મોદી રવિવારે 6 નવેમ્બરે ભાવનગર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ (Bhavnagar group marriage ceremony) માં હાજરી આપશે, જે અંતર્ગત ભાવનગર પોલીસ (Bhavnagar Police) દ્વારા સુરક્ષાને લઈ રિહર્સલ કરવામાં આવ્યું.

PM Narendra modi Bhavnagar : પીએમ નરેન્દ્ર મોદી રવિવારે 6 નવેમ્બરે ભાવનગર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ (Bhavnagar group marriage ceremony) માં હાજરી આપશે, જે અંતર્ગત ભાવનગર પોલીસ (Bhavnagar Police) દ્વારા સુરક્ષાને લઈ રિહર્સલ કરવામાં આવ્યું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

ભાવનગર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ

ભાવનગર સમૂહલગ્નોત્સવ આવતીકાલે રવિવારે 6-10-2022ના રોજ યોજાવાનો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. ત્યારે વડાપ્રધાન મોદીના આગમનને લઈને પોલીસ દ્વારા રિહર્સલ કરાયું હતુ. તમને જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી સાંજે 6 વાગે ભાવનગરના સમૂહ લગ્નમાં હાજરી આપશે. તેઓની સુરક્ષાને ધ્યાને લઈને પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ કરાયું હતું. વડાપ્રધાનની ઉપસ્થિતિના પગલે એસપી, ડીવાયએસપી સહિત 2 હજારથી વધુ પોલીસ જવાન ફરજ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Advertisment

ભાવનગરમાં પિતા વિહોણી કન્યાઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. મારૂતિ ઈમ્પેક્ષ પરીવાર ભાવનગર સુરત મુંબઈ બેલ્જિયમ સહિત વિશ્વના અનેક દેશોમાં ડાયમંડનો બહોળો બિઝનેસ ધરાવતા ભાવનગર જિલ્લાના જાણીતા ઉદ્યોગપતિ સુરેશ લાખાણી દ્વારા આગામી તા.6 નવેમ્બરે પિતા વિહોણી 552 સર્વજ્ઞાતિય કન્યાઓનુ કન્યાદાન કરશે, આ સમૂહ લગ્નોત્સવમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યપાલ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

publive-image
ફોટો - નિતિન ગોહેલ

કોણ છે 552 કન્યાનું કન્યાદાન કરનાર ઉદ્યોગપતિ સુરેશ લખાણી

પ્રાપ્ત માહિતી અનુસાર, હીરા ઉદ્યોગ ક્ષેત્રે જૂનું અને જાણીતું નામ એવાં લખાણી જેમ્સ મારૂતિ ઈમ્પેક્ષ સહિત અલગ અલગ બેનર હેઠળ વિશ્વભરમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ભાવનગરનો ડંકો વગાડનાર જાણીતા ઉદ્યોગપતિ સુરેશ લખાણી ઉર્ફે સુરેશ ભોજપરા તેમના મોટાભાઈ સહિતનાં પરીવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સામાજિક ક્ષેત્રે સેવાઓનો સુંદર શમિયાણો ચલાવવામાં આવી રહ્યો છે અને દર વર્ષે આર્થિક રીતે પછાત તથા મા-બાપ વિહોણી કન્યાઓના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી સાંપ્રતસમાજમા પોતાનું ઉત્તર દાઈત્વ બખૂબી નિભાવી રહ્યાં છે.

publive-image
ફોટો - નિતિન ગોહેલ

6 નવેમ્બરે સમૂહલગ્ન – પીએમ મોદી આપશે હાજરી

ત્યારે આ વર્ષે ભાવનગર શહેરના જવાહરમેદાન ખાતે આગામી તા.6 નવેમ્બરે યોજાનાર ભવ્યતિભવ્ય લગ્નોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર તેમજ રાજ્યપાલ તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તથા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતનાઓ સાથે ઉદ્યોગ જગતના માંધાતાઓ ઉપસ્થિત રહી કન્યાઓને આશીર્વાદ પાઠવશે.

Advertisment
publive-image
ભાવનગર સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ

સુરક્ષા વ્યવસ્થા શરૂ – વિદેશથી પણ આવશે મહેમાનો

વડાપ્રધાન સહિતના મહાનુભાવોના આગમનને પગલે શહેરમાં નેશનલ સિક્યોરિટીના જવાનોએ સુરક્ષા વ્યવસ્થા નો મોરચો સંભાળી લીધો છે તેમજ જવાહરમેદાન ખાતે તડામાર તૈયારીઓ ને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમૂહલગ્નોત્સવમા રાજ્ય સાથોસાથ પરપ્રાંત અને વિદેશથી પણ મહેમાનો ઉપસ્થિત રહેશે સમગ્ર કાર્યક્રમ ને લઈને મારૂતિ ઈમ્પેક્ષ પરીવાર તથા રત્નકલાકારોની ટીમ દ્વારા તમામ મોરચે સેવાઓ સંભાળવામાં આવી રહી છે.

ભાવનગર ગુજરાત gujarat election 2022 PM Narendra Modi