પીએમ મોદીની ડિગ્રી માંગવા પર થયો હતો 25 હજાર રૂપિયાનો દંડ, હવે કેજરીવાલે કોર્ટમાં દાખલ કરી નવી અરજી

PM Modi Degree : અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઈકોર્ટના આદેશની સમીક્ષા માંગી, જેમાં કહ્યું કે પીએમ મોદીની ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી, કોર્ટ આ મામલાની આગામી સુનાવણી 30 જૂને હાથ ધરે તેવી અપેક્ષા છે

Written by Ashish Goyal
Updated : June 09, 2023 21:19 IST
પીએમ મોદીની ડિગ્રી માંગવા પર થયો હતો 25 હજાર રૂપિયાનો દંડ, હવે કેજરીવાલે કોર્ટમાં દાખલ કરી નવી અરજી
હાલના સમયે કેન્દ્ર સરકાર અને સીએમ અરવિંદ કેજરીવાલ વચ્ચે ઘણા મુદ્દાઓ પર પહેલાથી જ ટકરાવની સ્થિતિ છે (Express file photo by Abhinav Saha)

PM Narendra Modi Degree : પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઇને વિવાદ હજુ પણ ખતમ થયો નથી. ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ પહેલા ફટકાર્યો હતો. હવે આ મામલે સીએમ કેજરીવાલ તરફથી વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે પીએમની ડિગ્રી વેબસાઇટ પર હાજર નથી, તેથી અગાઉના આદેશની ફરીથી સમીક્ષા થવી જોઇએ. કોર્ટ આ મામલાની આગામી સુનાવણી 30 જૂને હાથ ધરે તેવી અપેક્ષા છે.

શું છે આ આખો વિવાદ?

જાણકારી માટે જણાવી દઈએ કે અગાઉના આદેશમાં ગુજરાત હાઈકોર્ટે પીએમઓને પીએમ મોદીની ડિગ્રી સાર્વજનિક ન કરવા કહ્યું હતું. બીજી તરફ સીએમ અરવિંદ કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે કેજરીવાલે આ જ કેસમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે વેબસાઇટ પર કોઇ ડિગ્રી ઉપલબ્ધ નથી, માત્ર એક ઓફિસ રજિસ્ટરના નામથી એક ડોક્યુમેન્ટ છે. તે ડોક્યુમેન્ટ પણ સહી વગરનો છે, તેથી તેની ચકાસણી કરવી મુશ્કેલ છે.

આ પણ વાંચો – શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા

શું છે કેજરીવાલની દલીલ?

મુખ્યમંત્રી કેજરીવાલ પર જે 25 હજાર રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યો હતો તેને પણ પડકાર આપવામાં આવ્યો છે. ભાર આપીને કહ્યું કે તેમના તરફથી પીએમ મોદીની ડિગ્રી માંગવામાં આવી ન હતી, તેમણે માત્ર એપ્રિલ 2016માં સીઆઈસીને એક પત્ર લખ્યો હતો. એવું પણ બતાવવામાં આવ્યું કે છે કે કેજરીવાલ ક્યારેય ઇચ્છતા ન હતા તેમને આ મામલામાં અરજદાર બનાવવામાં આવે.

કેન્દ્ર સાથે ચાલી રહી છે લડાઈ

હાલના સમયે કેન્દ્ર સરકાર અને સીએમ અરવિંદ કેજરીવાલ વચ્ચે ઘણા મુદ્દાઓ પર પહેલાથી જ ટકરાવની સ્થિતિ છે. સૌથી મોટો વિવાદ એ અધ્યાદેશને લઈને છે જે કેન્દ્ર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે લાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અધિકારીઓની બદલીની સત્તા દિલ્હી સરકાર પાસે જ રહેશે, પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર એક અધ્યાદેશ લાવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સરકાર પાસેથી અભિપ્રાય લઈ શકાશે પરંતુ અંતિમ મહોર તો એલજી જ લગાવશે. અત્યારે અરવિંદ કેજરીવાલ આ મામલે સમગ્ર વિપક્ષને એકજૂથ કરવાનું કામ કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ