Dwarka History: જાણો દ્વારકા નગરનું રહસ્ય અને ઈતિહાસ, પીએમ મોદીએ સ્કૂબા ડાઈવિંગ કરી આપી નવી ઓળખ

PM Modi Scuba diving at Dwarka: સોનાની દ્વારકા અનેક રહસ્યોથી સભર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ અહીં સ્કૂબા ડાઈવિંગ કરી એક નવી ઓળખ આપી છે. આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકાના ઈતિહાસ અંગે.

Written by Kiran Mehta
Updated : February 26, 2024 18:05 IST
Dwarka History: જાણો દ્વારકા નગરનું રહસ્ય અને ઈતિહાસ, પીએમ મોદીએ સ્કૂબા ડાઈવિંગ કરી આપી નવી ઓળખ
દ્વારકા બેટ દ્વારકા રહસ્ય અને ખાસિયત (ફોટો - પીએમ મોદી ટ્વીટર)

દ્વારકા નગરી રહસ્ય અને ખાસિયત: પીએમ નરેન્દ્ર મોદી 24 અને 25 ફેબ્રુઆરી એ ગુજરાત પ્રવાસ પર હતા, જ્યાં તેમણે અનેક જામનગરમાં રોડ શો સહિત અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ અહીં સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન પણ કર્યું છે. સુદર્શન સેતુ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. આ પુલ પર ભગવદ્ ગીતાના શ્લોકો અને ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

પીએમ મોદીએ દ્વારકામાં સ્કુબા ડાઈવિંગ કર્યું

તમને જણાવી દઈએ કે, આ દરમિયાન પીએમ મોદીએ દરિયામાં નીચે સ્કુબા ડાઈવિંગ દ્વારા દ્વારકા શહેરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ ભગવાન કૃષ્ણને સમુદ્રમાં અર્પણ કરવા માટે મોર પીંછા પણ સાથે લીધા હતા.

પીએમ મોદીએ X પર એક પોસ્ટ લખી

પીએમ મોદીએ કહ્યું કે, હું ભગવાન કૃષ્ણની ભૂમિ દ્વારકા ધામને નમન કરું છું. દેવભૂમિ દ્વારકામાં ભગવાન કૃષ્ણ દ્વારકાધીશના રૂપમાં છે. વળી, અહીં બધું તેમની ઈચ્છા પ્રમાણે થાય છે. તેમણે વધુમાં કહ્યું કે મેં ઊંડા સમુદ્રની અંદર જઈને પ્રાચીન દ્વારકાજીના દર્શન કર્યા. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આ શહેર મહાન આર્કિટેક્ટ વિશ્વકર્માએ બનાવ્યું હતું અને આજે મારું હૃદય ખૂબ જ ખુશ છે. દાયકાઓનું સ્વપ્ન આજે પૂરું થયું છે.

ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં PM નરેન્દ્ર મોદીએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. પીએમએ અહીં કેટલુક દાન પણ આપ્યું હતુ. તેમણે દ્વારકા પીઠના શંકરાચાર્યની પણ મુલાકાત લીધી હતી અને તેમને માળા અર્પણ કરી હતી. આ દરમિયાન શંકરાચાર્યએ વડાપ્રધાન મોદીને અંગવસ્ત્ર અને રુદ્રાક્ષની માળા અર્પણ કરી હતી.

જાણો બેટ દ્વારકાનું રહસ્ય અને મંદિરની વિશેષતા

બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણનું મંદિર છે. ઉપરાંત, આ મંદિર વલ્લભાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે લગભગ 500 વર્ષ જૂનું છે. મંદિરમાં હાજર ભગવાન દ્વારકાધીશની પ્રતિમા વિશે કહેવાય છે કે, તેને રાણી રુક્મિણીએ જાતે જ તૈયાર કરી હતી.

એવું માનવામાં આવે છે કે, દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો અહીં મહેલ હતો. તેમજ દ્વારકા શહેરના ન્યાયાધીશ ભગવાન શ્રીકૃષ્ણ હતા. તેથી જ અહીંના ભક્તો ભગવાન કૃષ્ણને દ્રારકાધીશ કહે છે. અહીં ભગવાન કૃષ્ણ તેમના મિત્ર સુદામાને મળ્યા હતા. ઉપરાંત, જ્યારે સુદામાજી તેમના મિત્રને મળવા અહીં આવ્યા હતા, ત્યારે તેઓ એક નાના બંડલમાં ચોખા પણ લાવ્યા હતા. આ ચોખા ખાવાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મિત્રની દરિદ્રતા દૂર કરી હતી. એટલા માટે આજે પણ ચોખા દાન કરવાની પરંપરા છે. મંદિરમાં શ્રી કૃષ્ણની સાથે સુદામાની મૂર્તિઓ પણ છે.

આ પણ વાંચો – દ્વારકામાં પીએમ મોદીનો અનોખો અંદાજ, સ્કૂબા ડાઇવિંગ કરી સમુદ્રની અંદર કૃષ્ણ નગરીના દર્શન કર્યા

દ્વારકાના લોકો અને મંદિરના પૂજારીઓ કહે છે કે, એક સમયે સમગ્ર દ્વારકા શહેર દરિયામાં ડૂબી ગયું હતું. પણ બેટ દ્વારકા બચી રહી. તેથી આ ભાગ નાના ટાપુ પર હાજર છે. આ ઉપરાંત દરિયાનું પાણી પણ અહીં સ્થિર છે. આ મંદિરનો પોતાનો અન્નક્ષેત્ર પણ છે.

ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ ગયા બાદ તેમણે વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. આજે પણ ત્યાં તે નગરીના અવશેષો મળી આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ