PM નરેન્દ્ર મોદી ગુજરાત : 10 વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી, જાણો કયા રાજ્યોની મુસાફરી સરળ બનશે

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેમણે 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી, જેમાં અમદાવાદ મુંબઈ વંદે ભારતનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તેઓ ગાંધી આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમના ડેવલપમેન્ટનું લોકાર્પણ કર્યું.

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેમણે 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી, જેમાં અમદાવાદ મુંબઈ વંદે ભારતનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તેઓ ગાંધી આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમના ડેવલપમેન્ટનું લોકાર્પણ કર્યું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
PM modi Ahmedabad visit, Prime Minister Modi flag off to 10 new Vande Bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે, રેલવે વિભાગના કાર્યક્રમમાં હાજરી આપી - photo - X @nitin_gadkari

PM નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અમદાવાદમાં DFC ના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી અને રૂ. 85,000 કરોડથી વધુની કિંમતના અનેક રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યો. તો, પીએમ મોદીએ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી દીધી છે.

Advertisment

પીએમ મોદીએ લીલી ઝંડી બતાવેલી વંદે ભારત ટ્રેનોમાં અમદાવાદ ડી-મુંબઈ સેન્ટ્રલ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, મૈસુર-ડૉ એમજીઆર સેન્ટ્રલ (ચેન્નઈ), પટના-લખનૌ, ન્યુ જલપાઈગુડી-પટના, પુરી-વિશાખાપટ્ટનમ, લખનૌ-દેહરાદૂન, કલાબુર્ગી -10 નો સમાવેશ થાય છે. સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ બેંગ્લોર, રાંચી-વારાણસી, ખજુરાહો-દિલ્હી (નિઝામુદ્દીન) વચ્ચે નવી વંદે ભારત ટ્રેનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ચાર વંદે ભારત ટ્રેનોના વિસ્તરણને પણ લીલી ઝંડી આપી હતી

PM મોદીએ જે ચાર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી તે પૈકી અમદાવાદ-જામનગર વંદે ભારતને દ્વારકા સુધી લંબાવવામાં આવી રહી છે. અજમેર-દિલ્હી સરાય રોહિલ્લા વંદે ભારતને ચંદીગઢ સુધી લંબાવવામાં આવી રહ્યું છે. ગોરખપુર-લખનૌ વંદે ભારતને પ્રયાગરાજ સુધી અને તિરુવનંતપુરમ-કસરાગોડ વંદે ભારતને મેંગલુરુ સુધી લંબાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ આસનસોલ અને હટિયા અને તિરુપતિ અને કોલ્લમ સ્ટેશનો વચ્ચે બે નવી ટ્રેનો શરૂ કરી.

પીએમ મોદીએ કહ્યું, ભારત યુવા દેશ છે

અનેક રેલવે પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત એક યુવા દેશ છે, અહીં મોટી સંખ્યામાં યુવા વસ્તી રહે છે. હું યુવાનોને કહેવા માંગુ છું કે, આજે જે ઉદ્ઘાટન થયું છે તે આપણા માટે છે. આજે જે શિલાન્યાસ મૂકવામાં આવ્યો છે તે તમારા ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી લઈને આવ્યો છે. આઝાદી પછી આવેલી સરકારોએ રાજકીય હિતોને જ માત્ર પ્રાથમિકતા આપી. ભારતીય રેલ્વે પણ રાજકારણનો મોટો શિકાર બન્યું છે. સૌથી પહેલા મે એ કામ કર્યું, જેમાં રેલવેને સરકારી બજેટમાં સમાવેશ કર્યો, આ સાથે હવે સરકારી નાણાં રેલવેના વિકાસ માટે વપરાય છે.

Advertisment

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, અમારી સરકારે ભારતીય રેલ્વેને નર્ક જેવી પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે જરૂરી ઈચ્છાશક્તિ દર્શાવી છે. હવે, રેલવેનો વિકાસ તેમાંથી એક છે. આ સરકારની ટોચની પ્રાથમિકતા છે. તેમણે એમ પણ કહ્યું કે, આ દિવસ ઈચ્છાશક્તિનો જીવતો જાગતો પુરાવો છે. દેશના યુવાનો નક્કી કરશે કે, તેમને કેવો દેશ અને રેલવે જોઈએ છે. આ 10 વર્ષના કામ હજુ ટ્રેલર છે, પિક્ચર તો અભી બાકી હૈ, મારે આગળ ઘણુ કરવું છે.

,

PM મોદી સાબરમતી આશ્રમની મુલાકાતે પહોંચ્યા

પીએમ મોદીએ જીર્ણોદ્ધાર કોચરબ આશ્રમનું અનાવરણ કર્યું. 1915 માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા બાદ મહાત્મા ગાંધી દ્વારા બનાવવામાં આવેલો આ પહેલો આશ્રમ હતો. ગુજરાત વિદ્યાપીઠ તેને સ્મારક અને પ્રવાસી આકર્ષણ તરીકે સુરક્ષિત કરે છે. વડાપ્રધાન ગાંધી આશ્રમ સ્મારક માટેના માસ્ટર પ્લાનનું પણ લોકાર્પણ કર્યું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ "આશ્રમ ભૂમિ વંદના" કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે જોડાયા હતા. તમને જણાવી દઈએ કે, પહેલનો હેતુ સાબરમતી આશ્રમની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો છે, મુલાકાતી મહેમાનોને આધુનિક સેવાઓ પ્રદાન કરવાનો અને ગાંધીજીનું વિશ્વ-સ્તરીય સ્મારક બનાવવાનો છે.

આ પણ વાંચો - ગુજરાતમાં, ખેડૂતોની આવક વધારવા માટે ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે

પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે

પીએમ મોદી ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે. આ સંકુલમાં રૂ. 20,600 કરોડનો ખર્ચ થશે અને તેમાં ઇથેન અને પ્રોપેન હેન્ડલિંગ સુવિધાઓનો સમાવેશ થશે, જે પ્રદેશમાં પેટ્રોકેમિકલ ક્ષેત્રના વિકાસમાં મોટો ફાળો આપશે. આ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસથી રોજગારીની તકો ઉભી થવાની સંભાવના છે.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત PM Narendra Modi