PM Narendra Modi Gujarat | પીએમ મોદી ગુજરાત મુલાકાત : અંબાજી દર્શન કરી ખેરાલુના ડભોડામાં જનસભા સંબોધી

PM Narendra Modi Gujarat : પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેઓ આજે 5950 રૂપિયાના વિકાસકાર્યોની ઉત્તર ગુજરાતના મહેસાણા (Mehsana) ના ખેરાલુ (Kheralu)ના ડભોડા ગામ (Dabhoda Village) થી ભેટ આપશે, આનો લાભ મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને મળશે.

PM Narendra Modi Gujarat : પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેઓ આજે 5950 રૂપિયાના વિકાસકાર્યોની ઉત્તર ગુજરાતના મહેસાણા (Mehsana) ના ખેરાલુ (Kheralu)ના ડભોડા ગામ (Dabhoda Village) થી ભેટ આપશે, આનો લાભ મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને મળશે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi Gujarat | Dabhoda Village | Kheralu

પીએમ મોદીનું ખેરાલુના ડભોડા ખાતે સંબોધન

PM Narendra Modi Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ સીધા અંબાજી મંદિરે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજીમાં મા અંબાના દર્શન કરી પૂજા અર્ચના કરી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી. ત્યારબાદ તેઓ સીધા ખેરાલુના ડભાડા પહોંચી ગયા છે. અહીં તેઓ 5941 રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરશે.

Advertisment

પીએમ મોદીનું ઉત્તર ગુજરાતના ખેરાલુના ડભાડામાં પહોંચી ગયા છે. ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદીએ ખુલ્લી કારમાં ડભાડા ખાતે લોકોનું અભિવાદન કર્યું હતુ. ડભોડામાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટ્યા છે.

પીએમ મોદીએ ખેરાલુના ડભોડામાં જનસભા સંબોધી, તેમણે સભાના સંબોધનમાં પોતાના ઘરઆંગણેથી આવ્યા હોવાની ખુશી વ્યક્ત કરી કહ્યું, શાળાના મિત્રો જોઈ જુના સંસ્મરણો યાદ આવી ગયા હોવાનું કહ્યુ, ત્યારબાદ તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની 31મી તારીખે જન્મ જયંતીના પ્રેરક દિવસને યાદ કરી, અંબાજીમાં સફાઈ અભિયાનના પણ વખાણ કર્યા.

પીએમ મોદીએ ઉત્તર ગુજરાતમાં પહેલા કેવી સ્થિતિ હતી અને હવે કેવો વિકાસ થયો તે મામલે વાત કરતા કહ્યું કે, આજે ઉત્તર ગુજરાતમાંથી દેશમાં પાયાના કામો થઈ રહ્યા છે. ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી બહાર આવી નવા રોકડીયા પાક લઈ રહ્યા છે.

Advertisment

પીએમ મોદીએ કહ્યું કે, એક સમયે ઉત્તર ગુજરાત ખારો પટ હતો, સિંચાઈ માટે પાણી ન હતુ, પીવા માટે મીઠા પાણીની તંગી હતી. હવે ખેડૂતોને સિંચાઈ માટે સારી રીતે પાણી મળી રહ્યું છે. પહેલા બહેનો માથે બેડા લઈ દુર દુર સુધી મીઠા પાણી માટે જતી હતી, હવે ઘરે ઘરે નળે નળે મીઠુ પાણી પીવા મળી રહ્યું છે. આ રીતે તેમણે સિંચાઈના પાણી અને પીવાનું પાણી મળતા લોકોનું કેવી રીતે જીવન ધોરણ સુધર્યું અને કેવો લોકોનો વિકાસ થયો તે મામલે ભાજપ સરકારના વખાણ કર્યા.

પીએમ મોદીનું ડભોડાથી લાઈવ ભાષણ

પીએમ મોદીએ ખેડૂતોના વિકાસ માટે થયેલા કાર્યો, કોરોના વેક્સિન મફતમાં ઉપલબ્ધ કરાવવાની વાત કરી. પીએમ મોદીએ સિંચાઈના પાણીથી ખેડૂતોનું જીવન કેવી રીતે બદલાયું, ઉત્તર ગુજરાતમાં નવા નવા ઉદ્યોગોનો વિકાસ થતા કેટલી રોજગારી પેદા થઈ તેની વાત કરી. તેમણે કહ્યું પહેલા ઉત્તર ગુજરાતના લોકો રોજગાર માટે બહાર જવું પડતું હતું, હવે લોકો બહારથી ઉત્તર ગુજરાતમાં રોજગાર માટે આવી રહ્યા છે.

પીએમ મોદીએ મોઢેરા ખાતે સોલર વિકાસ પ્રોજેક્ટની વાત કરી, તેમણે રુફટોફ યોજના અંતર્ગત આજે લાખો ઘરો પર સૂર્યથી વીજળી મેળવવાની વાત કરી, આજે લોકો મપત વીજળી સાથે વીજળી વેચી આવક પેદા કરવા જેવા ક્રાંતિકારી પગલાની વાત કરી. આ સિવાય ઉત્તર ગુજરાતમાં રેલવેના વિકાસ કાર્યોથી કેવી રીતે ફાયદો થઈ રહ્યો તેની વાત કરી ભાજપ સરકારના કાર્યોના વખાણ કર્યા.

પીએમ મોદીએ કહ્યું, ખેરાલુ, તારંગા, અંબાજી રેલવે બ્રોડગેજથી હવે આ વિસ્તાર સીધો દેશ સાથે જોડાશે. જેના પગલે અહીંના ટુરિઝમ ક્ષેત્રોનો વિકાસ થશે, વડનગર, તારંગા હીલ, નળા બેટ, અંબાજી, ધરોઈ તમામ ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ થશે અને નવી નવી રોજગારીની તકો ઉભી થશે, આ સાથે તમારો પણ આર્થિક રીતે વિકાસ થશે.

ઉલ્લેખનીય છે કે, આ અવસરે તેમણે કહ્યું કે, ચંદ્રની સપાટી પર ભારતના ઉતરાણ અને G20 સમિટના અમારા સંગઠનથી વિશ્વ આશ્ચર્યચકિત છે. લોકો ભારતની સિદ્ધિઓને દરેક જગ્યાએ સ્વીકારી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આજે ​​જિલ્લાના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં રેલવે, રસ્તા, પીવાનું પાણી અને સિંચાઈ વગેરેનો સમાવેશ થાય છે. મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

તેમે કહ્યું કે, આજે લગભગ રૂ. 6000 કરોડના વિકાસના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે… આ પ્રોજેક્ટ્સ ખેડૂતોને મજબૂત કરશે… આ સમગ્ર દેશ સાથે કનેક્ટિવિટી બનાવશે… આ પ્રોજેક્ટ્સથી મહેસાણાને ફાયદો થશે. આસપાસના જિલ્લાઓને ફાયદો થશે

આ પ્રોજેક્ટો મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લામાં છે. વડાપ્રધાન આવતીકાલે મંગળવારે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત નરેન્દ્ર મોદી PM Narendra Modi