scorecardresearch

પીએમ મોદીએ ભરૂચના આમોદથી 8000 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું

PM Narendra Modi Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચ (Bharuch) ના આમોદ (Aamod) થી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું.

પીએમ મોદીએ ભરૂચના આમોદથી 8000 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભરૂચના આમોદમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે તેમણે મોઢેરા (Modhera) અને મહેસાણા (Mehsana) જિલ્લામાં 3 હજારથી વધુ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, હવે આજે તેમણે ભરૂચ (Bharuch) ના આમોદ (Aamod) થી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું. જેમાં જંબુસરમાં અંદાજે રૂ. ૨૫૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.4105 કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ, રૂ. 127.58 કરોડના ખર્ચે રાજયમાં આકાર પામનાર ચાર ટ્રાઈબલ ઔધોગિક પાર્કનું ભૂમિપૂજન, રૂ. 100 કરોડના ખર્ચે અકલેશ્વર એરપોર્ટ ફેઝ – ૧ જેવા વિકાસકામોનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ ભરૂચમાં કયા વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચ, છોટા ઉદેપુર વિસ્તારમાં વિવિધ વિકાસ કામોમાં રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્તથી લઈ વિવિધ ઔદ્યોગિક પાર્ક અને ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે.

પીએમ મોદીના હસ્તે ભરૂચમાં થયેલા લોકાર્પણ

કોસ્ટિક સોડા ઈન્ટિગ્રેટેડ વીથ પાવર પ્લાન્ટ – 2300 કરોડ
ક્લોરોમિથેન પ્લાન્ટ – 850 કરોડ
કોસ્ટિક સોડા વિસ્તરણ પ્લાન્ટ – 550 કરોડ
હાઈડ્રેજીન હાઈટ્રેડ – 405 કરોડ
ભરૂચ ભુગર્ભ ડ્રેનેજ અને એસટીપી – 117.53 કરોડ
આઈઓસીએલ દહેજ કોયલી પાઈપલાઈન (કેન્દ્ર સરકાર – 315 કરોડ

પીએમ મોદીના હસ્તે ભરૂચમાં થયેલા ખાતમુહૂર્ત

બલ્ક ડ્રગ પાર્ક (જંબુસર) – 2506 કરોડ
ડીપ-સી પાઈપલાઈન પ્રોજેક્ટ (દહેજ) – 558 કરોડ
અંકલેશ્વર એરપોર્ટ (ફેઝ-1) – 100 કરોડ

પીએમ મોદીના હસ્તે ભરૂચમાં થયેલા ભૂમિ પૂજન

એગ્રો ફૂડ પાર્ક (મુડેઠા-બનાસકાંઠા) – 70.87 કરોડ
4 ટ્રાઈબલ ઔદ્યોગિક પાર્ક (વાલીયા-ભરૂચ-વનાર-છોટા ઉદેપુર, ચાકલીયા-દાહોદ અને અમીરગઢ-બનાસકાંઠા) – 127.58 કરોડ
સી-ફૂડ પાર્ક )કકવાડી-દાંતી, જિ. વલસાડ) – 89.98 કરોડ
એમએસએમઈ પાર્ક (ખાંડીવાવ-મહીસાગર) – 176.94 કરોડ

કેવી છે સુરક્ષા વ્યવસ્થા

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીનાં આમોદ ખાતેના કાર્યક્રમ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં 9 એસ.પી, 19 ડી.વાય.એસ.પી સહિત 1800 થી વધુ સુરક્ષા કર્મીઓની તહેનાતી કરવામાં આવી હતી,. આ સિવય એક એસ.આર.પી કુમક, 30 બોડી વોર્ન કેમેરા તેમજ 83 વોકી ટોકી અને 14 ઘોડા પણ સુરક્ષા વ્યવસ્થામા સામેલ હતા. તો વડાપ્રધાનના આગમનને લઈને સલામતી અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારીના ભાગરૂપે જિલ્લાને ’”નો ડ્રોન એરિયા” જાહેર કરવામાં આવ્યો હતો.

Web Title: Pm narendra modi gujarat bharuch aamod inaugurates 8238 crore worth of development works

Best of Express