વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાત પ્રવાસે છે. આ અંતર્ગત પીએમ મોદી ભાજપને બહુમતથી જીત મળે તે માટે રાજ્યમાં પ્રયાર કરી રહ્યા છે, અને સભા સંબોધી રહ્યા છે. આજે પીએમ મોદી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓ ગાંધીનગર જિલ્લામાં દહેગામ ખાતે પ્રચાર માટે પહોંચ્યા. પીએમ મોદીએ ભાજપે કરેલા કામ યાદ કરાવી ભુપેન્દ્ર સરકારના વખાણ કર્યા હતા.
પીએમ મોદીએ પાલનપુર ખાતે મા અંબાના ધામ અંબાજીના વિકાસની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, અંબાજી મંદિર અને શહેરનો વિકાસ કરવામાં આવ્યો, અત્યારે મા અંબાનું ધામ આખુ બદલાઈ રહ્યું છે, જેને પગલે યાત્રીઓની સંખ્યામાં વદારો થઈ રહ્યો છે. જેને પગલે રોજગારના નવા-નવા અવસર પેદા થઈ રહ્યા છે, સાથે યાત્રીઓને સારી સગવડ મળી રહી છે.
તેમણે આ સમયે પાટણની રાણકીવાવનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું રાણકી વાવની દુનિયામાં ગુંજ છે. તેમણે ભાજપ સરકાર અને તેમની યોજનાના વખાણ કરી કહ્યું કે, અમારી સરકારે હંમેશા એવો પ્રયાસ કર્યો છે કે, ગરીબના ઘરની અંદર ચૂલો પણ ન ઓલવાવો જોઈએ, અને ગરીબનું બાળક રાત્રે ભૂખ્યું ન સૂવું જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં થયેલા રોડ-રસ્તા, પાણી, વીજળી, રોજગાર સહિતના વિકાસની વાતોનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે સ્ત્રીઓના સશક્તિકરણની પણ વાતો કરી સરકારે તે મામલે કરેલા કામેની વાત કરી હતી.
તેમણે ગુજરાત પ્રવાસમાં તેમના દરેક ભાષણમાં અંતમાં કહ્યું હતુ કે, હું તમારો દીકરો છુ, તમારો દીકરો દેશ-વિદેશમાં તામારૂ નામ રોશન કરે તે માટે તમારા આશિર્વાદની જરૂર છે. તમે ભાજપને વોટ આપી જીતાડવાના તો છો એ તમે નક્કી કરી દીધુ છે, પરંતુ મોટી સંખ્યામાં વોટ મળે અને એક નવો રેકોર્ડ સર્જાય તેવી મરી ઈચ્છા છે, તમારા જિલ્લાનો દીકરો તમારી પાસે આટલું તો માંગી જ શકે છે. આ સિવાય મારી એક અંગત ઈચ્છા છે કે તમે બધા મતદાન થવાને હજુ 10 દિવસની વાર છે તો દરેક ઘરે જઈ વડીલોને કહેજો તમારો નરેન્દ્ર મોદી અહીં આવ્યો હતો અને તમારો આશિર્વાદ માંગ્યો છે, બસ તેમનો આશિર્વાદ મળશે એટલે મને વધુ તાકાત મળશે અને વધારે તાકાત સાથે કામ કરી શકીશ.
પીએમ મોદીનો આજનો કાર્યક્રમ
પાલનપુરમાં સવારે 10.00 કલાકે – બ્રહ્મપુરી આશ્રમ પાસે, રામપુરા ચોકડી, પાલનપુર-અંબાજી હાઈવે પર.
દહેગામમાં બપોરે 12.00 કલાકે, જીઆઈડીસી ગ્રાઈન્ડ, મરડિયા ફાર્મ સામે, ચિલોડા-દહેગામ રોડ.
મોડાસામાં બપોરે 1.30 કલાકે, મોદી ગ્રાઉન્ડ, એન્જિનિયરીંગ કોલેજ પાછળ, મેદાપુર મોડાસા.
બાવળામાં બપોરે 3.00 કલાકે, રજોડા પાટિયા સામે, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે, બાવળા.