/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PM-Modi-GCMMF-Golden-Jubilee-Program.jpg)
પીએમ મોદી ગુજરાતમાં અમૂલ ડેરીના કાર્યક્રમમાં
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી આજે અમદાવાદ મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ગાડીમાં બેસી ડેરી ઉદ્યોગ સાથં સંકળાયેલા ખેડૂતો, પશુપાલકોનું અભિવાદન ઝિલ્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પટીલ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ GCMMF સુવર્ણ જયંતી કાર્યક્રમમાં શું કહ્યું?
આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પશુપાલકોના વિકાસ માટે કામો કરવામાં આવ્યા, હાલમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતી ઉજવવામાં આવી રહી છે, ત્યારે અમૂલ ડેરી 36 લાખ પશુપાલકોનો પરિવાર બની ગયો છે. અને વિશ્વની નંબર વન ડેરી બની ગઈ છે.
પીએમ મોદીએ આ પ્રસંગે પશુપાકો અને ખેડૂતોને સંબોધ્યા જેમાં તેમણે કહ્યું કે, પશુપાલકો અને ખેડૂતોએ 50 ર્ષ પહેલા જે છોડ લગાવ્યો હતો તે આજે વટવૃક્ષ બની ગયું છે. આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતી પ્રસંગે હું દરેશને અભિનંદન આપુ છું.
પીએમ મોદીએ કહ્યું, અમૂલ જેવું કોઈ નહી, પશુપાલકોના સામર્થ્યની ઓળખ, અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે આત્મ નિર્ભર ભારતની પ્રેરણા, આજે દુનિયાના 50થી વધુ દેશોમાં અમૂલની પ્રોડક્ટ નિકાસ કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે, અમૂલ સાથે આજે 50 વર્ષમાં 18 હજારથી વધુ દૂધ સરકારી મંડળી, 36 લાખ ખેડૂત, પશુપાલક પરિવારનું સંગઠન, સાડા ત્રણ લીટર દૂધનું સંગ્રહણ, પશુપાલકોને કરોડો રૂપિયા ઓનલાઈન પેમેન્ટ, આજે આ નાના પશુપાલકોની સંસ્થાઓ સાથે મોટા પાયે કામ કરી ખેડૂતો તથા પશુપાલકોના વિકાસમાં મોટી જનભાગીદારીથી કામ કરી રહી છે.
પીએમ કહ્યું આજ સંગઠનની શક્તિ છે. સરકાર અને સહકારના તાલમેલથી લોકોના નાના ખેડૂતો, પશુપાલકો, ના વિકાસ માટેનું અમૂલ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમૂલ સાથે સીધી અને આડકતરી રીતે 8 કરોડ લોકો જોડાયેલા, અમૂલ 60 ટકા વૃદ્ધિ સાથે ચાલતી સંસ્થા બની ગઈ છે. આજે દેશની માતા-બહેનો કોઈ ના કરે તેવું કામ કરી રહી છે, અને તેમના સહયોગથી અમૂલ 10 લાખ કરોડના ટર્ન ઓવર કરતુ ફેડરેશન બની ગયું છે, આમાં 70 ટકા મહિલા શક્તિનો ફાળો છે.
પીએમ મોદીએ પશુપાલકો અને ખેડૂતોના વિકાસ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાઓને લઈ માહિતી આપતા કહ્યું કે, અમારી સરકારે સુનિશ્ચિત કર્યું છે કે, ડેરીના દૂધના પૈસા મહિલાઓના બેન્કના ખાતામાં જમા થાય, દરેક ગામમાં માઈક્રો એટીએમ લાગતા પૈસા નજીકમાં તેમને મળી જાય તેવી સુવિધા કરવામાં આવી. તેમણે કહ્યું કે, ગાંધીજીએ કહ્યું છે કે, ભારતની આત્મા ગામમાં વસે છે, જેથી ગ્રામિણ અર્થવ્યવસ્થા સશક્ત હોવી જરૂરી છે. અમારૂ ફોકસ નાના ખેડૂતોનું જીવન કેવી રીતે સારૂ બને પશુપાલનનો કેવી રીતે વિકાસ થાય, પશુઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારૂ રહે, અને લોકોની પ્રગતી થાય તે પર કેન્દ્રીત છે.
પીએમ મોદીનું મોટેરા સ્ટેડિયમાં ભાષણ - વીડિયો
પીએમએ જણાવ્યું કે, અમારી સરકારે મછલી પાલન, મધુમખ્ખીપાલન કરતા ખેડૂતોને પણ કિસાન ક્રડિટ કાર્ડની સુવિધા આપી તેમને એકરૂપ કર્યા, જલવાયું પરિવર્તન સાથે તાલ મિલાવવા ટ્રેનિંગ આપ, દૂધાળા પશુઓની નસ્લ સુધારવા પર કામ કરવામાં આવી રહ્યું, કેન્દ્ર સરકાર દ્વારા 15000 કરોડથી વધુ ખર્ચ કરી પશુઓના સ્વાસ્થ્ય માટે મુક્ત ટિકારણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું.
પીએમ મોદીએ કહ્યું ગઈકાલે જ કેબિનેટમાં પશુપાલકોના વિકાસ માટે મહત્વના નિર્ણય પણ લેવામાં આવ્યા જેમાં, દેશી નસ્લની પ્રજાતીઓને બચાવવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, બંજર જમીનને ફરી ઉપયોગમાં લાવવા સરકાર આર્થિક મદદ કરશે, પશુધન વીમા માટે ની રકમ ઓછી કરવાનો નિર્ણય લીધો છે, પશુપાલકો ,ખેડૂતોને ટેક્નોલોજી સાથે જોડવા માટે મદદ કરવામાં આવશે.
આ પણ વાંચો - તરભ, વાળીનાથ મહાદેવ મંદિર ઈતિહાસ? ગામ નું નામ તરભ કેવી રીતે પડ્યું? જાણો આ શિવધામની રસપ્રદ વાતો
પીએમ મોદીએ પશુપાલન સાથે જોડાયેલા લોકોને નવો સંકલ્પ લેવા માટે આહ્વાહન કર્યું, તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં અમૂલ ડેરીએ પ્લાન્ટ પ્રોસેસિંગ ક્ષમતાને ડબલ કરવાનો નિર્ણય લીધો છે, અને ડેરીને દુનિયાની સૌથી મોટી ડેરી બનાવવા સરકાર તમામ સંભવ મદદ કરતી રહેશે, આ મોદીની ગેરંટી છે.
તરભ, વાળીનાથ મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માં જવા પીએમ મોદી રવાના
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી આજેે હવે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામ માં વાળીનાથ મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ બનાસકાંઠામાં એરપોર્સ દ્વારા તૈયાર થયેલ ભારતના સૌથી મોટા રનવે ખાતે પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us