પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત : જામનગરમાં રોડ શો કર્યો, આવતીકાલે દ્વારકા 'સુદર્શન સેતુ' બ્રિજ સમર્પિત કરશે

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે, તેઓ આવતી કાલે દ્વારકા, ઓખા બેટદ્વારકા સુદર્શન સેતુ બ્રિજ લોકાર્પણ કરશે, તો જોઈએ પીએમ મોદીનો કાર્યક્રમ

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે, તેઓ આવતી કાલે દ્વારકા, ઓખા બેટદ્વારકા સુદર્શન સેતુ બ્રિજ લોકાર્પણ કરશે, તો જોઈએ પીએમ મોદીનો કાર્યક્રમ

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi Jamnagar Dwarka

પીએમ મોદી જામનગર રોડ શો કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત મુલાકાતે આવ્યા છે, આજે શનિવારે રાત્રે જામનગર શહેરના એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીનો રોડ શો કર્યો હતો. જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના સ્વાગત માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પટેલ, મુળુભાઈ બેરા, પૂન માડમ સહિતના નેતાઓ પહોંચ્યા હતા.

Advertisment

પીએમ મોદીએ એરપોર્ટથી રોડ શો કરયો હતો, જેમાં 'મોદી, મોદી અને 'ભારત માતા કી જય'ના નારા વચ્ચે તેમનો કાફલો તેના ગંતવ્ય તરફ આગળ વધ્યો ત્યારે, મોદીએ રસ્તાની બંને બાજુએ ઉભેલા લોકો તરફ હાથ લહેરાવી લોકોનું અભિવાદન ઝિલ્યું હતુ. લોકોએ અડધી રાત્રે પણ તેમના શહેરમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું અને તેમના કાફલા પર ફૂલોની વર્ષા કરી. પીએમ જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે, ત્યારબાદ સવારે દ્વારકા જશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી રવિવારે ગુજરાતમાં અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરશે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર લખ્યું છે કે આવતીકાલનો દિવસ ગુજરાત માટે ખાસ છે. ઓખા મેઇનલેન્ડ અને બાયત દ્વારકાને જોડતો સુદર્શન સેતુ ઉદ્ઘાટન કરવામાં આવી રહેલા ઘણા પ્રોજેક્ટ્સમાં સામેલ છે. આ એક અદ્ભુત પ્રોજેક્ટ છે જે અભૂતપૂર્વ રીતે કનેક્ટિવિટીનું વિસ્તરણ કરશે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન દેશભરમાં સ્વાસ્થ્ય, રસ્તા, રેલ, ઉર્જા અને પર્યટન સાથે સંબંધિત 52,250 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી દ્વારકા કાર્યક્રમ

આવતીકાલ રવિવારે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતા બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચના કરી સુદર્શન સેતુનું લોકાર્પણ કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.

Advertisment

પીએમ મોદી ત્યારબાદ દ્વારકા ખાતે જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે.

પીએમ મોદીબપોરે લગભગ 1 કલાકે એન.ડી.એચ. ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધન કરશે.

આ સિવાય વડાપ્રધાન દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં રૂ. 4 હજાર કરોડથી વધુના કુલ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

પીએમ મોદી અહીંથી જામનગર એરપોર્ટ પાછા ફરી રાજકોટ જવા રવાના થઈ શકે છે.

દ્વારકા સુદર્શન સેતુ બ્રિજ ની વિશેષતા

દ્વારકા સુદર્શન બ્રિજનું ખાતમુહૂર્ત 2017 માં પીએમ મોદીના હાથે જ થયું હતું, હવે લોકાર્પણ કરવામાં આવશે

આ બ્રિજ દ્વારકાથી ઓખા થઈ બેટ દ્વારકા જવા માટે બનાવવામાં આવ્યો છે.

બ્રિજ 900 મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે

બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે.

2.32 કિલોમીટર લાંબો છે ફોરલેન સુદર્શન બ્રિજ

આ બ્રિજ ભૂકંપ પ્રૂફ અને 250 કિમી ઝડપે આવતા વાવાઝોડામાં પણ સુરક્ષિત રહી શકે છે.

બ્રિજમાં વપરાયેલા સ્ટીલનું આયુષ્ય 100 વર્ષનું છે

પહેલા દ્વારકાથી 30-35 કિમી ઓખા આવી બોટ દ્વારા બેટદ્વારકા જવાતુ હતુ

આ પણ વાંચો - તરભ, વાળીનાથ મહાદેવ મંદિર ઈતિહાસ? ગામ નું નામ તરભ કેવી રીતે પડ્યું? જાણો આ શિવધામની રસપ્રદ વાતો

હવે આ બ્રિજના કારણે સમય પણ બચશે, અને મોટા વ્હીકલ પણ બ્રિજ પરથી પસાર થઈ બેટ દ્વારકા પહોંચી શકાશે.

બ્રિજ પર સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેનાથી 1 મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે, સાથે બ્રિજ પર 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુ ગેલેરીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત નરેન્દ્ર મોદી PM Narendra Modi