PM Narendra Modi Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. હવે મહેસાણા (Mehsana) જિલ્લામાં રૂપિયા 3092 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદી અમદાવાદ (Ahmedabad) એરપોર્ટથી મોઢેરા જવા રવાના થયા છે. અહીંથી સીધા સાંજે 5.30 કલાકે પીએમ મોદી મહેસાણા-બેચરાજી રોડ પર આવેલા દેલવાડ ખાંટ ગામ ખાતે પહોંચી સૂર્યનગરી (modhera sun temple) મોઢેરામાં સૌરઊર્જાના વધામણા કરી મોઢેરાને ભારતનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ ( ) જાહેર કરશે અને સૌરઊર્જાના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે, તથા મહેસાણા જિલ્લાના અનેક વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
તમને જણાવી દઈએ કે, આ સિવાય 10 ઓક્ટોબરે પીએમ મોદી ભરૂચ (Bharuch) જિલ્લામાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તથા જામનગર (Jamnagar) માં વિવિધ કાર્યોનું ખાતમૂહુર્ત કરશે. તો 11 ઓક્ટોબરે અમદાવાલ સિવિલમાં દેશની સૌથી મોટી મલ્ટિ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું લોકાપર્ણ કરશે.
- આજે મોઢેરામાં શું કરશે?
પીએમ મોદીના મોઢેરા આગમન બાદ સૂર્યમંદિરમાં લાઈટ અને સાઉન્ડ શોનું લોકાર્પણ કરશે. સૂર્યમંદિરનું મહત્વ, વિશ્વ અને ભારતમાં સ્થપાયેલા સૂર્ય મંદિરોની માહિતી, આદિત્ય અને પ્રતિકૃતિ આમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, સોમનાથ અને અંબાજીમાં ગબ્બર બાદ મોઢેરા સૂર્યમંદિર ખાતે ત્રીજો લાઈટ અને સાઉન્ડ શો. મહત્ત્વની વાત એ છે કે, સૌર ઉર્જા પર કામ કરશે સૂર્યમંદિર ખાતેનો આ 3ડી પ્રોજેક્ટ શો.
મોઢેરા ગામને 24*7 વિજળી પુરી પાડવા માટે મોઢેરા સૂર્યમંદિરથી 6 કિમી દૂર સુજ્જનપુરા ગામ ખાતે સૌરઊર્જાથી સંચાલીત મોઢેરા સૂર્યગ્રામનું લોકાર્પણ
1300થી વધુ ગ્રામિણ ઘરો પર સોલાર રૂકટોપ્સ સ્થાપિત
સૌર ઊર્જા આધારિત અલ્ટ્રા મોર્ડન ઈલેક્ટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન
ભારતની પ્રથમ ગ્રીડ કનેક્ટેડ MWH સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ
લોકોને વીજળીના બિલમાં 60 ટકાથી 100 ટકા સુધીની બચત
- મહેસાણા જિલ્લાના લોકાર્પણ કાર્યક્રમો
સાબરમતીથી જગુદણ રેલવે લાઈન ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ – 511 કરોડ
ONGC નંદાસણના ભૂસ્તરીય તેલ ઉત્પાદન પ્રોજેક્ટ – 335 કરોડ
સુજલામ-સુફલામ સ્પ્રેડીંગ કેનાલ (ખેરવા) થી શીંગોડા તળાવ (વિસનગર) સુધી પાણીના વહન માટે પાઈપલાઈન પ્રોજેક્ટ – 108.19 કરોડ
પાણી પુરવઠા અને માર્ગ નિર્માણના વિવિધ પ્રોજેક્ટ્સ
- મહેસાણા જિલ્લાના ખાતમુહૂર્ત કાર્યક્રમ
ચાર માર્ગીય પાટણ-ગોઝારીયા માર્ગ પ્રોજેક્ટ – 1181.34 કરોડ
મોદીના હસ્તે દૂધસાગર ડેરી ખાતે પાવડર પ્લાન્ટ પ્રોજેક્ટ – 300 કરોડ
મહેસાણા દૂધસાગર ડેરી ખાતે UHT મિલ્ક પ્લાન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત – 150 કરોડ
મહેસાણા સિવિલ હોસ્પિટલનું પુનનિર્માણ કામ – 171 કરોડ
ONGC – નોર્થ કડી ખાતે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ પ્રોજેક્ટ
- PM નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે શું કરશે?
પીએમ મોદી 10 ઓક્ટોબર સોમવારે બપોરે 11 વાગે ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પહોંચશે અને 8000 કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું લોકાપર્ણ કરશે.
બપોરે 3.15 કલાકે તેઓ શૈક્ષણિક સંકુલનું લોકાપર્ણ ખાતમુહૂર્ત કરશે.
ત્યારબાદ 5.30 કલાકે પીએમ જામનગર પહોંચશે અને ત્યાં વિવિધ કાર્યોનું ખાતમૂહુર્ત કરશે.
- PM નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે શું કરશે?
બપોરે 2.15 કલાકે વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દેશની સૌથી મોટી મલ્ટિ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું લોકાપર્ણ કરશે. આ હોસ્પિટલ પાછળ 1300 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.
આ કાર્યકમ પતાવી પીએમ મોદી સીધા જ ઉજ્જૈન જવા રવાના થશે. તેઓ લગભગ 5.45 કલાકે પહોંચશે અને નવનિર્મિત મહાકાલ કોરીડોરનું લોકાપર્ણ કરશે.