/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PM-Modi-Valinath-Mahadev-Mandir-Tarabh-Speech.jpg)
પીએમ નરેન્દ્ર મોદી - તરભ, વાળીનાથ મહાદેવ મંદિર
PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવ્યા છે. ગુરુવારે સવારે અમદાવાદ ખાતે અમૂલ સહકારી સભાને સંબોધ્યા બાદ બપોરે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે વાળીનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શિવલીંગની પૂજા અર્ચના કરી અને ધ્યનતા અનુભવી હતી. તમને જણાવી દઈએ કે, તરભ ખાતે વાળીનાથ મહાદેવ શિવધામમાં સ્વર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જ્યાં લાખોની સંખ્યામાં રબારી સમાજ સહિતના ભક્તો ઉમટ્યા છે.
પીએમ મોદીએ આ પ્રસંગે લોકોનું અભિવાદન ઝિલ્યું હતું, આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત મહેસાણા જિલ્લાના ધારાસભ્યો સહિત વિવિધ ભાજપ કાર્યકરો પણ હાજર રહ્યા છે. પીએમ મોદીનું તમામ નેતાઓ તથા વાળીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી બાપુ સહિત મહાનુભાવોએ વિવિધ ગિફ્ટ સાથે સ્વાગત કર્યું હતું.
પીએમ મોદીએ તરભ, વાળીનાથ મહાદેવ મંદિર ખાતે ઉમટેલા રબારી સમાજ સહિતના ભક્તોને સંબોધ્યા હતા. તેમણે જય જય વાળીનાથ, જય હિંગળાજ માતા અને જય ભગવાન દત્તાત્રેયના નારો લગાવ્યો હતો, અને કેમ છો બધા કહી ગુજરાતીમાં ભાષણની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ પોતાના માદરે વતન મહેસાણા જિલ્લામાં ધાર્મિક પ્રસંગ પર હાજર રહેવાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, ઘણા જાણીતા ચહેરાઓ જોવા મળી રહ્યા છે, હું અનેક પ્રસંગોમાં જાઉ છુ પરંતુ ગરના પ્રસંગનો આનંદજ કઈંક અલગ હોય છે.
તેમણે કહ્યું કે, વાળીનાથે તો વટ પાડી દીધો, પહેલા પણ ઘણી વખત શિવધામ ખાતે દર્શને આવવાનો અને સ્વ. બળદેવગીરી બાપુના આશિર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો છે, પરંતુ આજે તો કઈંક અલગ જ માહોલ છે. તેમણે રબારી સમાજ સહિત આવેલા તમામ ભક્તગણોને મારા પ્રણામ કહી, અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું, પવિત્ર વાળીનાથ મહાદેવના દર્શ અને પૂજા અર્ચનાનો લાભ મને મળ્યો આ પહેલા એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા, 14 ફેબ્રુઆરીએ ખાડી દેશ અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર શિલાન્યાસ, અને ચંબલમાં કલકી ધામનો શિલાન્યાસનો મોકો મળ્યો. લોકો માટે વાળીનાથ મહાદેવ મંદિર તીર્થ સ્થાન છે, પરંતુ મારા રબારી સમાજ માટે તો આ ગુરૂ ગાદી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PM-Modi-Valinath-Mahadev-Mandir-Tarabh.jpg)
તેમણે કહ્યું કે, ભારતમાં દેવકાજ હોય કે દેશકાજ હોય, બંને જગ્યાએ કામ થઈ રહ્યા છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, રામમંદિર, વાળીનાથ મંદિર સહિતના ધાર્મિક સ્થાનો. આ માતે તીર્થ સ્થાન નહી તેના થકી સમાજના ઉત્થાનના કામ કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય સહિતના કામોથી દેવસ્થાનથી દેશકાજના કામ થઈ રહ્યા છે.
પીએમ મોદીએ આ પ્રસંગે શ્રી વીરમગીરીબાપુને યાદ કર્યા સાથે, બળદેવગીરીજી સાથેના તેમના સંસ્મરણો પણ યાદ કર્યા. તેમણે જયરામગીરીજી બાપુના આશિર્વાદ સાથે કહ્યું કે, બળદેવગીરીજીના આશિર્વાદ હંમેશા પ્રાપ્ત થતા રહેતા હતા, તેઓ હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મારા આવાસ પર પણ ઘણીવાર આવ્યા અને આધ્યાત્મની સાથે રબારી સમાજના વિકાસ પર ચર્ચાઓ થતી હતી. આજે વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસમાં રબારી સમાજ સહિતના લોકોએ તેમનો ફાળો આપી સ્કૂલ, હોસ્ટેલ સહિતના કામો કરવામાં આવી રહ્યા છે, આનાથી દેવકાજ સાથે દેશકાજના કામનું મોટું ઉદાહરણ શું હોઈ શકે.
પીએમ મોદી - તરભ, વાળીનાથ મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં
પીએમ મોદીએ આ કાર્યક્રમમાં કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, વિતેલા બે દશકોમાં વિકાસની સાથે ભવ્યતા પર કામ કરવામાં આવી રહ્યું છે, વિકાસ અને વિરાસત કામમાં કોંગ્રેસ હંમેશા રોડા નાખવાનું કામ કરતી રહી છે અને ટકરાવ પેદા કર્યો છે, આ બધા માટે દોષી છે તો તે કોંગ્રેસ જ છે. જેમણે દસકાઓ સુધી શાસન કર્યુ, પરંતુ કોઈ કામ ન કર્યું, કોંગ્રેસે સોમનાથ મંદિરના વિકાસને પણ વિવાદોનું કારણ બનાવ્યું, પાવગઢ મંદિર વિકાસને પણ, મોઢેરા સૂર્ય મંદિર વિકાસને પણ અને રામ મંદિરમાં પણ વિવાદ ઉભો કરતું રહ્યું, લોકો ખુશ છે પણ કોંગ્રેસ નકારાત્મકતા ફેલાવી રહી છે.
આ પણ વાંચો – તરભ, વાળીનાથ મહાદેવ મંદિર ઈતિહાસ? ગામ નું નામ તરભ કેવી રીતે પડ્યું? જાણો આ શિવધામની રસપ્રદ વાતો
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, પહેલા ઉત્તર ગુજરાતમાં લોકોએ પાણી માટે બે-ત્રમ કિમી બેડા લઈ જવું પડતું હતુ, આજે ઘરે જ નળથી પાણી પહોંચી રહ્યું છે. ખેતી માટે સિંચાઈ પાણીની વ્યવસ્થા કરવામા આવી છે, જેથી ખેડૂતો વર્ષમાં બે-ત્રણ પાક લઈ શકે છે. આજે પણ કેટલાક સિંચાઈ માટેના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનાથી સિંચાઈમાં વધારે મદદ મળશે.
તેમણે બનાસકાંઠામાં એર પોર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી મોટા રન વેના વિકાસ મામલે કહ્યું કે, હું મુખ્યમંત્રી હતો ત્યારે અનેક વખત કોંગ્રેસની કેન્દ્ર સરકારને પત્રો લખ્યા, પરંતુ કોઈ કામ હાથ ન ધરવામાં આવ્યું, પરંતુ મોદી છે તો ગેરંટી છે, એરફોર્સ પણ કહેતું કે, બનાસકાંઠામાં એરફોર્સ સુરક્ષા માટે માટે મુખ્ય કેન્દ્ર બની શકે છે. તેમણે અંતમાં કહ્યું કે, વિકાસ પણ કરીશું અને વિરાસત પણ સંજોગીશુ.
આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત | GCMMF સુવર્ણ જયંતી કાર્યક્રમ – ‘અમૂલને દુનિયાની સૌથી મોટી ડેરી બનાવાશે, મોદીની ગેરંટી’
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપી હતી, અને એક લાખથી વધુ ખેડૂતો, પશુપાલકોને સંબોધ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us