/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/PM-Modi-Bodeli-Chhotaudepur.jpg)
પીએમ નરેન્દ્ર મોદી છોટા ઉદેપુર, બોડેલી સંબોધન (ફોટો - બીજેપી ગુજરાત વીડિયો ગ્રેબ)
PM Narendra Modi Chhota Udepur Bodeli : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે, ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ છોટા ઉદેપુરના બોડેલી પહોંચ્યા છે. અહીં તેમણે જિલ્લાના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે આ પ્રસંગે જનસભા સંબોધી, જેમાં તેમમે કહ્યું, ગરીબોને શું પડકારો હોય છે તે હું સારી રીતે સમજુ છુ, મે તમારી વચ્ચે રહી સુખ દુખ જોયા છે, અને સમાધાન માટે મથામણ કરી રસ્તા શોધી રહ્યો છું.
પીએમ મોદીએ બોડેલીથી કહ્યું, મે હંમેશા ગરીબો અને દેશ માટે કામ કર્યું છે, જો તમે સદ ઈચ્છાથી સાચુ કરવાની ભૂમિકાથી કઈપણ નાનકડુ કામ કરેલું હોય તે ઉગી નીકળે છે, આજે દેશભરમાં ગરીબો માટે 4 કરડથી વધારે પાકા ઘર બનાવી દીધા છે.
પીએમ મોદીએ કહ્યું, ગુજરાતના હવે આ આદિવાસી વિસ્તારના ગામડાઓમાં પણ મોબાઈલ અને ઈન્ટરનેટ નવાઈની વાત રહી નથી, માતા પોતાના દીકરા સાથે વીડિયો કોલથી વાતો કરે છે.
પીએમ મોદીનું બોડેલીમાં ભાષણ
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના શુભહસ્તે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત https://t.co/x50zgqVc9L
— BJP Gujarat (@BJP4Gujarat) September 27, 2023
પીએમ મોદીએ કહ્યું, અમે માત્ર ગરીબો માટે ઘર બનાવવાના આંકડા જોયા નથી, ગરીબોને ઘર મળે એટલે તેમને ગરીમા મળે. અમે તેમને જોઈએ, ગમે તેવું ઘર બનાવવાનો મોકો આપ્યો. મારી બહેનો હવે ઘરનું ઘર તેમના નામે થતા, લખપતી દીદી થઈ ગઈ.
તેમણે કહ્યું, ઘર ઘર સુધી અમે જલ પહોંચાડ્યું, પહેલા મારી આદિવસી બહેનો હેડપંપથી પાણી ભરતી, મે તમારી વચ્ચે રહી તમારા દુખ જોયા અને રસ્તા શોધ્યા અને ઘર ઘર સુધી જ નહી તમારા રસોડા સુધી જળ પહોંચાડ્યું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પીએમ મોદીએ અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની સફળતાની ઉજવણીમાં ભાગ લીધો હતો. ત્યાં પણ તેમણે જન સભા સંબોધી હતી.
તેમમે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગની ઘટના નથી, પરંતુ તેનાથી પણ વધુ તે બંધનની ઘટના છે. 20 વર્ષ પહેલાં અમે એક નાનું બીજ વાવ્યું હતું, જે આજે એક વિશાળ અને જીવંત વટવૃક્ષ બની ગયું છે. તેમણે કહ્યું, આ સફળ સમિટ વિશ્વ માટે એક બ્રાન્ડ હોઈ શકે છે, પરંતુ મારા માટે તે મજબૂત બંધનનું પ્રતીક છે. આ તે બંધન છે જે મારી સાથે અને ગુજરાતના 7 કરોડ નાગરિકો અને તેમની ક્ષમતાઓ સાથે જોડાયેલું છે. ભલે તે સમયે મને મુખ્યમંત્રી તરીકેનો બહુ અનુભવ ન હતો. પણ મને આપણા ગુજરાતના લોકોમાં અતૂટ વિશ્વાસ હતો.
પીએમ મોદીનું વાઈબ્રન્ટ ગુજરાત સમિટની ઉજવણીમાં ભાષણ
20 years of @VibrantGujarat Summit is a significant milestone. The Summit has been instrumental in attracting investments and advancing the state's growth. https://t.co/rUB0MN0vrb
— Narendra Modi (@narendramodi) September 27, 2023
પીએમ મોદીએ કહ્યું, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાતનો આત્મવિશ્વાસ વધારવાનું અને તેના દ્વારા વિશ્વ સાથે આંખ મીંચીને વાત કરવાનું માધ્યમ બન્યું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ભારતની દિવ્યતા, ભવ્યતા અને સાંસ્કૃતિક વારસો વિશ્વને બતાવવાનું એક માધ્યમ બની ગયું છે. તેમણે વધુમાં કહ્યું,અમે માત્ર ગુજરાતના પુનઃનિર્માણ વિશે જ નહીં પરંતુ તેનાથી આગળ પણ વિચારતા હતા. અમે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને તેનું મુખ્ય માધ્યમ બનાવ્યું છે. તે ગુજરાતનો આત્મવિશ્વાસ વધારવા અને વિશ્વ સાથે આંખ મીંચીને વાત કરવાનું માધ્યમ બન્યું. આજે વિશ્વ વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા જોઈ રહ્યું છે.
તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું, તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતના વિકાસ પ્રત્યે ઉદાસીનતા દાખવી ત્યારે આવા વાતાવરણમાં વાઈબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા પાછળ ઘણા ચોક્કસ કારણો છે. તેની સફળતામાં આઇડિયા, કલ્પના અને અમલીકરણ જેવા મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ કહ્યું, આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. હવે આપણે એવા બિંદુએ ઊભા છીએ જ્યાં ભારત વૈશ્વિક આર્થિક પાવરહાઉસ બનવા જઈ રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us