PM Narendra Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે દ્વારકા અને રાજકોટમાં વિવિધ પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. મને આધ્યાત્મિક વૈભવ અને શાશ્વત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાવ અનુભવું થયો. ભગવાન શ્રી કૃષ્ણ આપણા બધાને આશીર્વાદ આપે.” આ દરમિયાન પીએમ મોદીએ 52 હજાર કરોડની ભેટ આપી હતી.
પીએમ મોદીએ આ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે 2014માં તમારા બધાએ આશીર્વાદથી આપીને દિલ્હી મોકલ્યો તો તમને વચન આપ્યું હતું કે હું દેશને લૂંટવા નહીં દઉં. કોંગ્રેસના સમયમાં જે હજારો કરોડના કૌભાંડો થતા હતા તે બધા હવે બંધ થઇ ગયા છે.
એક પરિવારની સેવામાં કરવામાં પોતાની તમામ શક્તિ વેડફી નાખી – પીએમ મોદી
પીએમએ કહ્યું કે જે લોકોએ લાંબા સમય સુધી ભારત પર શાસન કર્યું તેમની પાસે ઈચ્છાશક્તિ ન હતી. સામાન્ય નાગરિકોને સુવિધાઓ આપવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો. તેમણે એક પરિવારની સેવામાં કરવામાં પોતાની તમામ શક્તિ વેડફી નાખી. તેમણે કોઈ રીતે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવામાં અને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવામાં પોતાની શક્તિ વેડફી નાખી. આ જ કારણે તેઓ ભારતને વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટને એઈમ્સ, દ્વારકાને સુદર્શન સેતુ સહિત ગુજરાતને 48000 કરોડના પ્રોજેક્ટની ભેટ
પીએમે કહ્યું કે જ્યારે મેં દેશવાસીઓને નવા ભારતની ગેરંટી આપી હતી ત્યારે આ વિપક્ષી લોકો તેમની મજાક ઉડાવતા હતા. આજે લોકો પોતાની આંખોથી નવા ભારતનું નિર્માણ જોઈ રહ્યા છે.
સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પણ મળ્યું – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે હું આજે સમુદ્ર દ્વારકાના એ દર્શનથી વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત કરવા આવ્યો છું. આજે મને સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. 6 વર્ષ પહેલા મને આ સેતુનો શિલાન્યાસ કરવાની તક મળી હતી. આ સેતુ ઓખાથી બેટ દ્વારકાને જોડશે અને દ્વારકાધીશના દર્શનને આસાન બનાવશે.