લોકસભા ચૂંટણી 2024 : પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસ, 6 સ્થળે સભા સંબોધશે, જુઓ પૂરો કાર્યક્રમ

PM Narendra Modi Gujarat Visit Schedule : ગુજરાત લોકસભા ચૂંટણી મતદાન પહેલા પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેમના કાર્યક્રમ માં ડીસા, હિંમતનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને જામનગરમાં સભા સંબોધશે.

Written by Kiran Mehta
April 30, 2024 19:36 IST
લોકસભા ચૂંટણી 2024 : પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસ, 6 સ્થળે સભા સંબોધશે, જુઓ પૂરો કાર્યક્રમ
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત કાર્યક્રમ (ફોટો - એક્સપ્રેસ)

PM Narendra Modi Gujarat Pravas Schedule : લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ના ત્રીજા તબક્કા માટે 7 મે મંગળવારના ના રોજ હવે મતદાન થશે, જેમાં ગુજરાતની 25 બેઠકો માટે પણ મતદાન યોજવામાં આવશે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવતીકાલે 1 મેના રોજ આવી રહ્યા છે. તો જોઈએ 1 મે અને 2 મે 2024 નો પીએમ મોદીનો પૂરો કાર્યક્રમ.

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ, પૂરો કાર્યક્રમ

પીએમ મોદી 01 મે 2024 એ ડીસા અને હિંમતનગરમાં સભા સંબોધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસના ગુજરાત પ્રવાસમાં 1 મેના રોજ પ્રથમ ઉત્તર ગુજરાતમાં 3.30 કલાકે બનાસકાંઠાના ડીસામાં જનસભા સંબોધશે, ત્યારબાદ 5.00 કલાકે સાબરકાંઠા હિંમતનગર માં સભા ગજવશે. ત્યારબાદ રાજભવન ખાતે રાત્રી રોકાણ અને ભાજપ ઉમેદવારો અને કાર્યકરો સાથે બેઠક કરી શકે છે.

પીએમ મોદી 02 મે 2024 એ આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને જામનગર પ્રચાર કરશે

પીએમ મોદી 02 મે ના રોજ ગાંધીનગરથી સવારે 10.30 કલાકે આણંદ જવા રવાના થશે, અને આણંદમાં 11.00 કલાકે જનસભા સંબોધશે, ત્યારબાદ ત્યાંથી સુરેનદ્રનગરમાં બપોરે 1.00 કલાકે જનસભા કરશે. અહીંથી સીધા તેઓ જુનાગઢમાં બપોરે 3.30 કલાકે જનસભા સંબોધશે, ત્યાંથી આગળ વધતા જામનગરમાં સાંજે 5.00 કલાકે જનસભા સંબોધી પસ્ચિમ બંગાળ જવા રવાના થઈ શકે છે.

પીએમ મોદીના આગમનને લઈ ભાજપા કાર્યકરોમાં ઉત્સાહ

લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનને હવે માટે 7 દિવસ બાકી છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ ના નેતાઓ વધુને વધુ લોકો સુધી પહોંચ બનાવી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે. શહેરથી લઈ ગ્રામ્ય સ્તરે રાજકીય માહોલ ગરમાયો છે. થોડા સમયથી પ્રચારમાં નિરતા જોવા મળી રહી હતી, પરંતુ પીએમ મોદીના બે દિવસના પ્રવાસના સમાચારથી રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, અને કાર્યકરોમાં ફરી ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોગુજરાત લોકસભા ચૂંટણી 2024 : 25 બેઠક પર 265 ઉમેદવાર વચ્ચે જંગ, જુઓ સમગ્ર યાદી

07 મે 2024 ના રોજ 25 બેઠકો માટે મતદાન થશે

સૂત્રો અનુસાર, પીએમ મોદી 01 મે ના રોજ ગુજરાત લોકસભા ચૂંટણીને લઈ પ્રચાર સહિતના માહોલની સમીક્ષા કરવા ગાંધીનગર રાજભવન ખાતે ઉમેદવારો અને કાર્યકરો સાથે બેઠક કરી શકે છે, અને અબકી બાર 400 પારના લક્ષ્યાંકનો આંકડો પૂરો કરવા પ્રોત્સાહન પુરૂ પાડશે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં 26 લોકસભા બેઠક છે, પરંતુ સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ થયા બાદ, અન્ય આઠ ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જેથી 25 બેઠક માટે 07 મેના રોજ મતદાન થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ