Semiconductor Plant: ગુજરાતમાં ભારતનો પ્રથમ સેમિકન્ડકટર પ્લાન્ટ, PM મોદી શનિવારે કરશે ઉદ્ઘાટન

India's First Semiconductor Plant In Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સ્થિત ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું શનિવાર 28 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવાના છે. આ પ્લાનથી ભારત સેમિકન્ડક્ટર મામલે આત્મનિર્ભર બની શકે છે.

India's First Semiconductor Plant In Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સ્થિત ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું શનિવાર 28 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવાના છે. આ પ્લાનથી ભારત સેમિકન્ડક્ટર મામલે આત્મનિર્ભર બની શકે છે.

author-image
Ajay Saroya
New Update
semiconductor plant | semiconductor chips

Semiconductor : સેમિકન્ડક્ટર એક નાની ચીપ હોય છે, જે મોબાઇલ સહિત ઘણી ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સમાં વપરાય છે. Photograph: (Freepik)

India's First Semiconductor Plant In Gujarat : ગુજરાત સ્થિત ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉદ્ઘાટન કરશે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સાણંદ ખાતે સ્થપાયો છે. આ પ્લાન્ટ શરૂ થતા ભારત સેમિકન્ડક્ટર મામલે આત્મનિર્ભર બની વૈશ્વિક બજારમાં અગ્રણી સ્થાન હાંસલ કરી શકે છે. આ સાથે સેમિકન્ડક્ટર બજારમાં ચીન અને તાઇવાનનું વર્ચસ્વ ઘટશે.

Advertisment

સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં જંગી રોકાણ અને રોજગારી સર્જન

ગુજરાતના સાણંદમાં ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટ સ્થાપવા માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 22,516 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું છે. તે એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટ છે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થતા ટેકનોલોજી અને AIની દુનિયામાં ભારત હરણફાળ ભરવામાં સક્ષમ બનશે. 

આ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં સોલિડ સ્ટેટ ડ્રાઇવ જેવી સ્ટોરેજ ડિવાઇસ અને DRAM અને NAND જેવા મેમેરી પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. શરૂઆતના તબક્કામાં આ પ્લાન્ટથી 2000 લોકોને રોજગારી મળશે, સંપૂર્ણ કાર્યરત થતા 5000 લોકોને રોજગારી આપશે. 

Semiconductor Imports In India : ભારતમાં સેમિકન્ડક્ટરની જંગી આયાત

ભારત સેમિકન્ડક્ટર મામલે હજી સુધી આયાત પર નિર્ભર છે. ચીન અને તાઇવાન દુનિયામાં સેમિકન્ડક્ટરના સૌથી મોટા ઉત્પાદક છે. પ્રાથમિક આંકડા મુજબ ભારતમાં સેમિકન્ડક્ટરનું બજાર વર્ષ 2025માં લગભગ 45 થી 54 અજ ડોલરે પહોંચ્યું હતું. ભારત 90 ટકાથી વધુ સેમિકન્ડક્ટર અને તેના પાર્ટ્સની જરૂરિયાત ચીન, તાઇવાન, દક્ષિણ કોરિયામાંથી આયાત કરીને સંતોષે છે.

Advertisment

ભારતમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ પ્રોડક્ટ્સના વધતા ઉત્પાદન સાથે ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ વર્ષ 2030 સુધીમાં 100 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે. પ્રાથમિક આંકડા મુજબ ભારતે વર્ષ 2024માં 6.1 અબજ ડોલરની મૂલ્યના સેમિકન્ડક્ટર ડિવાઇસની આયાત સાથે દુનિયાનો પાંચમો સૌથી મોટો આયાતકાર દેશ હતો.

જરાત સેમીકનેક્ટ 2026 કોન્ફરન્સ 1 માર્ચે યોજાશે

1 માર્ચના રોજ ગુજરાત સેમીકનેક્ટ 2026 યોજાશે. આ વિશે માહિતી આપતા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગુજરાત સેમીકનેક્ટ 2026નું આયોજન રાજ્યના ફ્લેગશિપ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી રહ્યું છે, જેનો હેતુ વૈશ્વિક અને સ્વદેશી સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ભાગીદારોને એકત્રિત કરવાનો છે. આ પરિષદનો હેતુ હાઈ-ટેક ચિપ ઉત્પાદકો, સપ્લાય ચેઇન ભાગીદારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચે વ્યૂહાત્મક સહકાર સક્ષમ બનાવી, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના દીર્ઘકાલીન વિકાસને મજબૂત બનાવવાનો છે.

તેમણે કહ્યું કે,આ વૈશ્વિક પરિષદની ત્રીજી આવૃત્તિ SemiConnect 2024 અને 2025ની મજબૂત ગતિ પર આધારિત છે, જેણે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનના મુખ્ય હિતધારકો-ફેબ્સ, ફાઉન્ડ્રીઝ, મુખ્ય સાધન અને સામગ્રી પુરવઠાકર્તાઓ અને અગ્રણી ડિઝાઇન ઇકોસિસ્ટમ ભાગીદારોને સફળતાપૂર્વક એકત્રિત કર્યા હતા.

અગાઉની આવૃત્તિઓએ સંકલિત B2B અને B2G મીટિંગ્સ, ટેકનોલોજી પ્રદર્શન અને વિષય આધારિત સત્રો દ્વારા રોકાણ પ્રોત્સાહન, સપ્લાય ચેઇન વિકાસ, નવીનતા અને પ્રતિભા નિર્માણમાં અર્થપૂર્ણ ભાગીદારીઓ સક્ષમ બનાવી હતી. અત્યાર સુધી 8 કરતાં વધુ દેશોમાંથી ઉદ્યોગ પ્રતિનિધિઓ,વિદેશી સંસ્થાઓ, સંશોધકો,નવીનકારો, રોકાણકારો અને વિદ્યાર્થીઓ સહિત 2500થી વધુ નોંધણીઓ થઈ છે.

તેમણે કહ્યું કે,આ કાર્યક્રમમાં મુખ્ય રોકાણકારો ઉપસ્થિતિ પણ રહેશે, જેમાં Tata Electronicsના ડૉ. રણધીર ઠાકુર, Micron Technologyના સંજય મહેતા, CG Powerના જી. સી. ચતુર્વેદી, Kaynes Semiconના રમેશ કન્નન અને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ, સાધન નિર્માતાઓ અને સપ્લાય ચેઇનનું પ્રતિનિધિત્વ કરતી વૈશ્વિક સંસ્થા SEMIના પ્રેસિડેન્ટ અને CEO અજય મનોચાનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં નવા રોકાણો અને કુશળતા વિકાસ પહેલ સંબંધિત જાહેરાતો કરવાની યોજના છે તેવું ઉમેર્યું હતું.

ગુજરાત દેશ ટેકનોલોજી બિઝનેસ