/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/PM-modi-in-dabhoda-kheralu.jpg)
વડાપ્રધાન મોદી ડભોડામાં
PM Narendra Modi Gujarat visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે રહેશે. પોતાના બે દિવસીય પ્રવાસમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી આ દરમિયાન ગુજરાતને 5950 રૂપિયાની ભેટ આપશે. જેમાં રેલવે, માર્ગ, પીવાલાયક પાણી અને સિંચાઈ જેવા વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં એક કાર્યક્રમમાં સામેલ થશે. જ્યાં આ પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.
- ડભોડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે મહેસાણા જિલ્લાના ડભોડા ખાતેથી વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત. https://t.co/KkBMFufl3w
— CMO Gujarat (@CMOGuj) October 30, 2023
- અંબાજી મંદિરમાં જગતજનની અંબે માતાની પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડભોડા પહોંચ્યા છે.
અંબાજીના રસ્તા પર પીએમ મોદી પર લોકોની પુષ્પવર્ષા જુઓ વીડિયો
#WATCH | PM Modi holds a roadshow in Banaskantha, Gujarat during his two-day visit to the state.
He will perform Pooja and Darshan at Ambaji Temple. He will inaugurate and lay the foundation stone of various development projects in Mehsana. PM will also visit Kevadia where he… pic.twitter.com/FwqEdVDjZc— ANI (@ANI) October 30, 2023
અંબાજી મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોના અભિવાન જીલ્યા, જુઓ વીડિયો
#WATCH | Banaskantha, Gujarat: PM Narendra Modi offers prayers at Ambaji Temple.
Gujarat CM Bhupendra Patel also visits the temple along with PM Modi. pic.twitter.com/OxOrqWMuYj— ANI (@ANI) October 30, 2023
અંબાજી દર્શન કર્યા બાદ ડભોડામાં જનસભાને સંબોધન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માદરે વતન ઉત્તર ગુજરાતના મહેમાન બન્યા છે. પ્રધાનમંત્રી અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા બાદ ખેરાલુના ડભોડા (કેસરપુરા) ગામે વિશાળ જનસભા સંબોધન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંથી ઉત્તર ગુજરાત સહિત રાજ્યના સાત જિલ્લાને સીધી રીતે સ્પર્શતા રૂ.5941 કરોડનાં વિવિધ 16 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
શું રહેશે કાર્યક્રમ
પીએમ મોદી સવારે આશરે 10.30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરશે. ત્યારબાદ બપોરે આશરે 12 વાગ્યે મહેસાણા જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોમાં સામેલ થશે. પીએમ મોદી જે પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને ફાયદો મળશે.
વડાપ્રધાન નરેનદ્ર મોદીના ખેરાલુના કાર્યક્રમનું જીવંત પ્રસારણ
પીએમ મોદી સરદાર પટેલની જ્યંતિ કાર્યક્રમમાં થશે સામેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર એક્તાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર દેશના પહેલા ઉપ વડાપ્રધાન સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. કેવડિયામાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય એક્તા દિવસ ઉજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના પ્રશિક્ષુ અધિકારીઓને સંબોધિત પણ કરશે. પીએમ મોદી મંગળવારે મેરા યુવા ભારત સંગઠનની નીવ રાખવાની જાહેરાત કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us