PM Narendra Modi Inauguration Surat Diamond Bourse : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. સુરત ડાયમંડ બોર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક હબ બનશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે ગ્લોબલ હબ પણ બનશે. પીએમ મોદીએ સુરતમાં એરપોર્ટ પર નવા ઇન્ટરનેશનલ ટર્મિનલનું ઉદઘાટન કર્યુ છે. તેમજ સુરતમાં 8 કિમી લાંબા મેગા રોડ-શો યોજયો હતો.
અમેરિકાના રક્ષા મંત્રાલયની ઓફિસ પેન્ટાગોન કરતા પણ મોટું છે સુરતનું ડાયમંડ બુર્સ
સુરત ડાયમંડ બુર્સમાં અમેરિકાના ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગોન કરતાં પણ મોટી ઓફિસ છે. અત્યાર સુધી પેન્ટાગોન વિશ્વની સૌથી મોટી ઓફિસ હતી. પરંતુ હવે ગુજરાતના સુરતમાં બનેલ ડાયમંડ બુર્સ હીરાના વેપારનું સૌથી મોટું સેન્ટર બનશે.

સુરત ડાયમંડ બુર્સની બિલ્ડિંગ એટલી સુંદર છે કે લોકો તેની સુંદરતાના વખાણ કરવાથી પોતાને રોકી શકતા નથી. તેમાં કુલ સાત ઈમારતો બનાવવામાં આવી છે અને ઈમારત 15 માળની છે. આ ઓફિસ 35 એકરમાં બનેલી છે. તેનું બાંધકામ લગભગ 4 વર્ષમાં પૂર્ણ થયું હતું. વિશ્વના 90% હીરાનું સુરતમાં કટ-પોલિશિંગ કરવામાં આવે છે. સુરત ડાયમંડ બુર્સમાં 65,000 થી વધુ ડાયમંડ પ્રોફેશનલ્સ એકસાથે કામ કરી શકશે.
20 લાખ ચોરસ ફૂટમાં પાર્કિંગ
સુરત ડાયમંડ બુર્સના નિર્માણથી હીરાના વેપારીઓને ઘણી સગવડ મળશે. પહેલા એવું બનતું હતું કે કેટલીકવાર લોકોને હીરાના વેપાર માટે દરરોજ મુંબઈ જવું પડતું હતું. પરંતુ સુરત ડાયમંડ બુર્સ શરૂ થવાથી હવે લોકો આ બિલ્ડિંગની અંદર હીરાનો વેપાર કરી શકશે. તેની અંદર એક એન્ટરટેઈનમેન્ટ ઝોન અને પાર્કિંગ એરિયા પણ છે, જે 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.
4000 થી વધુ સીસીટીવી કેમેરા
સુરત ડાયમંડ બોર્સમાં 4500 થી વધુ ઓફિસો હશે. અહીં ઘણી કંપનીઓની ઓફિસ હશે. આ ઈમારતને કારણે 1.5 લાખ લોકો માટે રોજગારીની તકો ઉભી થઈ છે અને આ સમગ્ર ઈમારતમાં 4000 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ માટે એક અદ્યતન સિક્યોરિટી રૂમ પણ બનાવવામાં આવ્યો છે જેથી તે સૌથી સુરક્ષિત બિલ્ડિંગ બની રહે. આ ઈમારતની કિંમત લગભગ 3000 કરોડ રૂપિયા છે. તેમાં કુલ 9 ટાવર છે.

આ વર્ષે ઓગસ્ટમાં, સુરત ડાયમંડ બોર્સને વિશ્વની સૌથી મોટી ઇમારત તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી હતી. સુરત ડાયમંડ બોર્સે ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) તરફથી પ્લેટિનમ રેન્કિંગ મેળવ્યું છે. સુરત ડાયમંડ બોર્સમાં કોન્ફરન્સ હોલ, રેસ્ટોરાં, બેંકો, કન્વેન્શન સેન્ટર, પ્રદર્શન કેન્દ્રો, તાલીમ કેન્દ્રો, મનોરંજન વિસ્તારો અને ક્લબ જેવી સુવિધાઓ છે.





