PM Narendra Modi Visit Rajkot Dwarka : પીએમ નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં દ્વારકા સ્થિત સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યું છે. આ સાથે તેમણે રાજકોટ. જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 48000 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. તેમજ પીએમ મોદીએ દ્વારકાના દરમિયામાં સ્કુબા ડાઇવિંગ કર્યું અને દરિયામાં ગરકાવ થયેલી ઐતિહાસિક દ્વારકા નગરીના પ્રાચીન અવશેષો જોયા હતા.
પીએમ મોદી દ્વારા 48000 કરોડના પ્રોજેક્ટની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને દ્વારકાની મુલાકાત લીધી છે. આ દરમિયાન તેમણે રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકા ખાતે 48000 કરોડના વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. પીએમ મોદી આજે રાજકોટમાં ભવ્ય રોડ શો પણ કરવાના છે, જે જોવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા છે.
રાજકોટમાં એઈમ્સનું લોકાર્પણ
વિવિધ 48000 કરોડના પ્રોજેક્ટમાં 10 પાવર પ્રોજેક્ટ, 6 લેન હાઇવ, મુંદ્રાથી પાણીપત સુધી ક્રૂડ ઓઈલની પાઇપલાઇન સહિત 25000 કરોડથી વધુ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. તો દ્વારકામાં સુદર્શન સેતુ, રાજકોટ માં એઇમ્સ, ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શન ઇવેક્યુએશન ટ્રાન્સમિશન યોજના, ભાવનગરમાં બે હાઈવે, આરોગ્યલક્ષી વિવિધ 22500 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે.
પીએમ મોદી દ્વારા દ્વારકામાં સુદર્શન સેતનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે. 4.7 કિમી લાંબો સુદર્શન સેતુ ગુજરાતનો પ્રથમ સી લિંગ બ્રિજ છે. કેન્દ્ર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ રૂ. 978 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો | પીએમ મોદી દ્વારા દ્વારકામાં સુદર્શન સેતુનું ઉદધાટન, જાણો ગુજરાતના પ્રથમ સી-લિંક બ્રિજની ખાસિયતો
પીએમ મોદી દ્વારા દ્વારકામાં દરિયામાં સ્કુબા ડાઇવિંગ
સુદર્શન સેતુના લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવિંગ કર્યું હતુ. સ્કુબા ડાઇવિંગ દરમિયાન તેમણે દરિયામાં ગરકાવ થયેલી ઔતિહાસિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા.