PM નરેન્દ્ર મોદીના ખાસ ગુજરાત ભાજપ પ્રમુખ નથી પહેરાત ‘હાર’, રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાના જન્મદિવસે જણાવ્યું ખાસ કારણ

Gujarat BJP president C R Paatil : ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની અને બીજેપી ધારાસભ્ય રિવાબા જાડેજાના જન્મદિવસે જામનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં સીઆર પાટિલનું સ્વાગત હાર પહેરાવીને કરવામાં આવી હતી પરંતુ તેમણે એક પણ માળા પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો.

Written by Ankit Patel
Updated : September 04, 2023 08:04 IST
PM નરેન્દ્ર મોદીના ખાસ ગુજરાત ભાજપ પ્રમુખ નથી પહેરાત ‘હાર’, રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાના જન્મદિવસે જણાવ્યું ખાસ કારણ
સીઆર પાટિલ - Photo - twitter CR paatil

ગુજરાત રાજ્યમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સરકાર ચલાવી રહી છે. આ સમય રાજ્યની કમાન ભૂપેન્દ્ર પટેલની હાથોમાં છે અને પ્રદેશમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતથી જ આવે છે. ગુજરાત બીજેપીના પ્રમુખે રવિવારને ખુદ જાણકારી આપી કે તેઓ જાહેર કાર્યક્રમમાં હાર પહેરતા નથી.

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની અને બીજેપી ધારાસભ્ય રિવાબા જાડેજાના જન્મદિવસે જામનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં સીઆર પાટિલનું સ્વાગત હાર પહેરાવીને કરવામાં આવી હતી પરંતુ તેમણે એક પણ માળા પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો.

ગુજરાત બીજેપી ચીફે પોતાના ભાષણમાં કહ્યું કે મેં હાર પહેરાવાની ના પાડી દીધી. હું હાર પહેરતો નથી. કોઈને પણ આનું કારણ ખબર નથી. તેઓ 182 સીટો જીતવાનો સંકલ્પ હતો. અમે 156 સીટો પર જ અટકી ગયા અને આ કારણે હું હાર પહેરતો નથી.

સી.આર. પાટીલે કહ્યું કે જે દિવસે અમે બધી સીટો જીતીશું ત્યારે હું હાર પહેરીશ. અમારો સંકલ્પ અધૂરો રહ્યો છે તો તેને પુરો કરવો જ પડશે. બરોબરને?

CR Paatil એ 182 સીટો ન જીતવા પર કરી રાજીનામાની જાહેરાત

ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ પ્રમુખ બન્યા બાદ સી.આર. પાટીલે રાજ્યમાં બીજેપી કાર્યકર્તાને બધી 182 સીટો જીતવાનું લક્ષ્ય આપ્યું હતું. તેમણે રાજ્યમાં એક પણ વિધાનસભા સીટ હારવા પર પાર્ટી અધ્યક્ષ પર પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

કોણ છે સી.આર. પાટીલ?

ચંદ્રકાંત રઘુનાથ પાટીલ મૂળ મહારાષ્ટ્રના જલગાવના રહેવાશી છે. તેઓ વર્ષ 2020માં ગુજરાત બીજેપીના પહેલા એવા પ્રદેશ અધ્યક્ષ બન્યા જેઓ ગુજરાતી નથી. તેઓ ગુજરાત બીજેપી ચીફના રૂપમાં ત્રણ વર્ષ પુરા કરી ચૂક્યા છે. તેમણે જનતાના નેતા માનવામાં આવે છે. ગાંધીનગરમાં તેમના બંગલા પર હર સમય ફરિયાદીઓની ભીડ લાગેલી જોવા મળે છે.

માનવામાં આવે છે કે સીઆર પાટીલને પીએમ નરેન્દ્ર મોદીના વિશેષ આશીર્વાદ મળ્યા છે. તેઓ વર્ષ 1995માં સ્ટેટ જનરલ સેક્રેટરી નિયુક્ત કરવામાં આવ્યા તેઓ નવસારીથી સતત ત્રીજી વખત ચૂંટાઈને લોકસભા મોકલવામાં ાવ્યા હતા. સી.આર. પાટીલ વર્ષ 2009માં પહેલીવાર નવસારીથી લોકસભા ચૂંટણી જીતી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ