પોરબંદરના દરિયામાં ગેરકાયદેસર ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આંતરરાજ્ય શિકારી ગેંગના 10 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી મોટા પ્રમાણમાં શિકાર કરાયેલી ડોલ્ફીન સહિતની 22 માછલીઓ મૃત અવસ્થામાં પકડાઇ છે. આ શિકારી ગેંગ અન્ય રાજ્યની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ધરપકડ બાદ વન વિભાગ પોલીસ દ્વારા શિકારીઓની કડક પુછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 ના ઉલ્લંઘનમાં પોરબંદરના દરિયાકાંઠે 22 સામાન્ય ડોલ્ફિનનો કથિત રીતે શિકાર કરવા બદલ ગુજરાત વન વિભાગના પોરબંદર વન્યજીવ વિભાગ દ્વારા ગુરુવારે તામિલનાડુના ફિશિંગ ટ્રોલરમાં સવાર દસ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.
ડોલ્ફીન-શાર્ક સહિત 22 માછલીનો શિકાર કર્યો
પોરબંદરના દરિયામાં ગેરકાયદેસર માછલીઓનો શિકાર કરતી એક ગેંગને પોલીસે પકડી પાડી છે. આ ગેંગ પોરબંદરના દરિયામાં ડોલ્ફીન, શાર્ક સહિત 22 માછલીનો શિકાર કર્યો છે, જેમાં 10 ડોલ્ફીન માછલી, 2 શાર્ક માછલી છે.

સંયુક્ત ઓપરેશનમાં પોરબંદર વન્યજીવ વિભાગ અને ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ બુધવારે મોડી રાત્રે પોરબંદરના દરિયાકાંઠેથી તમિલનાડુના રજીસ્ટર્ડ ફિશિંગ બોટને અટકાવી હતી. આ બોટના કોલ્ડ રૂમમાંથી શિકાર કરાયેલી 22 મૃત ડોલ્ફીન મળી આવી હતી.
વન વિભાગ અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું
પોરબંદરના નાયબ વન સંરક્ષક (deputy conservator of forests) અગ્નેશ્વર વ્યાસે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે,“તમિલનાડુની ફિશિંગ બોટમાં સવાર માછીમારો ગુજરાતના દરિયાકાંઠે ડોલ્ફીનનો શિકાર કરી રહ્યા હોવાની બાતમી મળતાં અમે ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. પોરબંદરના દરિયામાં ફિશિંગ બોટને અટકાવ્યા પછી બોટની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ફિશિંગ બોટના કોલ્ડ રૂમમાં 22 ડોલ્ફિનના શબ મળ્યા હતા. આથી આ ફિશિંગ બોટ અને તેમાં સવાર 10 માછીમારોની અટકાયત કરીને બુધવારે મોડી રાત્રે પોરબંદર બંદરે લાવવામાં આવ્યા હતા. તેઓની ગુરુવારે ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી,”

ભારતમાં ડોલ્ફીનનો શિકાર સજા પાત્ર ગુનો
દરિયામાં મોટા પ્રમાણમાં ડોલ્ફીન માછલીઓ જોવા મળે છે, તે વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972ની કલમ-2 અનુસાર ભારતમાં એક સંરક્ષિત પ્રજાતિ છે. આમ ભારતમાં કાયદાકીય રીતે ડોલ્ફીનનો શિકાર કરવો એ સજા પાત્ર ગુનો બને છે. ડોલ્ફિનનો શિકાર કરવાના કેસમાં દોષિતને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા રૂ.25000 દંડ અથવા બંને સજા થવાની જોગવાઇ છે.
26 ફેબ્રુઆરીથી કેરળના બંદરેથી રવાના થઇ હતી ફિશિંગ બોટ
અધિકારીએ જણાવ્યું કે, ટાંચમાં લેવામાં આવેલી ફિશિંગ બોટ તમિલનાડુના એક માછીમારની છે અને તે 26 ફેબ્રુઆરીએ કેરળના એક બંદરેથી રવાના થઇ હતી. પકડકાયેલા આરોપીઓ એવો દાવો કરી રહ્યા છે કે તેઓ સીટેશિયનના મિટ તરીકે ઉપયોગ કરવા માટે સામાન્ય ડોલ્ફિનનો શિકાર કરતા હતા. શાર્ક એ શાર્ક માછલીની એક પ્રજાતિ કે જે ભારતમાં સંરક્ષિત પ્રાણી નથી અને તેથી તેના શિકારની પરવાનગી છે. જો કે અમે તેમના દાવાની ચકાસણી કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, પોરબંદર વન્યજીવન વિભાગનું કાર્યક્ષેત્ર પોરબંદર દરિયાકિનારે 12 નોટિકલ માઈલ સુધી વિસ્તરેલું છે.