/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/Gujarat-Crime-in-Porbandar-1.jpg)
ગરબામાં ઈનામને લઈ ઝગડો ત્યારબાદ હત્યા (ફોટો - પ્રતિકાત્મક)
Gujarat Porbandar Murder Garba Organizer : ગુજરાતve સુરતમાં એક ગરબા ફંક્શનના આયોજકો દ્વારા 40 વર્ષીય વ્યક્તિને તેની 11 વર્ષની પુત્રીની ફરિયાદને પગલે ગરબા આયોજકો દ્વારા તેના પિતા સાથે ઝઘડો થયા બાદ કથિત રીતે માર મારવામાં આવ્યો હતો, જેમાં છોકરીના પિતાનું મોત. 11 વર્ષિય છોકરીએ બે ઇવેન્ટ જીતી છતાં, આયોજકો દ્વારા એક ઇનામ આપવામાં આવ્યું હતું. પોલીસે બુધવારે જણાવ્યું હતું.
નાયબ પોલીસ અધિક્ષક રૂતુ રાબાએ જણાવ્યું હતું કે, પીડિત સરમણ ઓડેદરા પર પોરબંદરની ક્રિષ્ના પાર્ક સોસાયટી પાસે મંગળવારે સવારે 2 વાગ્યાની આસપાસ સાત શખ્સોએ કથિત રીતે લાકડીઓ અને અન્ય ધોકા વડે હુમલો કર્યો હતો.
સાત આરોપીની ધરપકડ
રબાએ જણાવ્યું હતું કે, "ઓડેદરાની હત્યામાં સંડોવાયેલા તમામ સાત આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી," વધુ તપાસ ચાલુ છે. આરોપીઓમાં રાજા કુછડિયા, રાજુ કેશવાલા, રામદે બોખીરિયા, પ્રતિક ગોરાનિયા અને તેમના ત્રણ સાથીઓનો સમાવેશ થાય છે.
શું હતો મામલો?
એફઆઈઆર અનુસાર, આ આરોપીઓએ ઓડેદરા પરિવાર જ્યાં રહે છે તે ક્રિષ્ના પાર્કની બાજુમાં આવેલી શાળા પાસે નવરાત્રિના અવસરે ગરબા, પરંપરાગત નૃત્ય સાથે સંબંધિત એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
'દીકરીએ બે ઈવેન્ટ જીતી, આયોજકોએ એક ઈનામ આપ્યું'
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસને કરેલી ફરિયાદમાં ઓડેદરાની પત્ની માલીબેને જણાવ્યું હતું કે, જ્યારે તેમની 11 વર્ષની પુત્રી ગરબા રમીને ઘરે આવી હતી અને ફરિયાદ કરી હતી કે, તેણે બે અલગ-અલગ ઇવેન્ટમાં જીતી હોવા છતાં તેને આયોજકો દ્વારા માત્ર એક ઈનામ આપવામાં આવ્યું, જેને પગલે માલીબેન સોમવારે રાત્રે આયોજકોને વાત કરવા ગયા હતા.
ફરિયાદ અનુસાર, 'જ્યારે માલીબેન તેમની પુત્રીની ફરિયાદ લઈને આયોજકો પાસે ગયા ત્યારે કેશવાલાએ દેખીતી રીતે જ તેમને એક જ ઈનામ મળશે એમ કહ્યું, આયોજકે કહ્યું કે, આ એક ઇનામ લેવું હોય તો લો અથવા છોડી દો.'
'જાનથી મારી નાખવાની ધમકી આપી'
માલીબેને ફરિયાદમાં કહ્યું છે કે, થોડી જ વારમાં કુછડિયા અને બોખીરિયા પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને માલીબેન સાથે કથિત રીતે બોલાચાલી કરવા લાગ્યા હતા, સાથે ધમકી પણ આપી કે, સ્થળ છોડી નહીં જાય તો જાનથી મારી નાખીશું.
એફઆઈઆર મુજબ, કુછડિયા અને કેશવાલાની પત્નીઓએ પણ માલીબેનને ગાળો આપી હતી અને તેણીને સ્થળ છોડી જવા કહ્યું હતું. ત્યારબાદ માલીબેન અને તેમની પુત્રી સવારે 1 વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા હતા.
'ઘરે બેઠા હતા અને આયોજકો ઘરે આવ્યા અને લાકડી-ધોકા લઈ માર માર્યો'
FIR અનુસાર, એક કલાક પછી, જ્યારે માલીબેન અને તેમના પતિ તેમના ઘરની બહાર બેઠા હતા, ત્યારે ચાર મુખ્ય આરોપીઓ અને તેમના ત્રણ સાગરિતો તેમના ઘરે મોટરસાયકલ પર આવ્યા હતા અને લાકડીઓ અને લાકડાના પાટિયાનો ઉપયોગ કરીને ઓડેદરાને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.
માલીબેને કહ્યું કે, જ્યારે તેણીએ પતિને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે માલીબેનને પણ ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આરોપીઓ ઓડેદરાને તેમની બાઇક પર ગરબા સ્થળ પર લઈ ગયા અને પોલીસ પહોંચી તે પહેલા સુધી ઢોર માર માર્યો. ઓડેદરાને પોલીસ દ્વારા તેમના વાહનમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો ન હતો, એમ એફઆઈઆરમાં જણાવાયું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us