Porbandar Helicopter Crash: ગુજરાતના પોરબંદર એરપોર્ટ પર મોટો અકસ્માત સર્જાયો છે. તે અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે, 3 લોકોના મોતની પુષ્ટિ પણ થઈ છે. હકીકતમાં ગુજરાતના પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોસ્ટ ગાર્ડનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું છે, સ્થાનિક પોલીસે આ અકસ્માતની પુષ્ટિ કરી છે.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ હેલિકોપ્ટર ક્રેશમાં ઈજગ્રસ્તોને હોસ્પિટલ જતી વખતે રસ્તામાં જ બે લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ હેલિકોપ્ટરમાંથી કૂદી પડ્યો હતો અને તેના કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઈન્ડિયન કોસ્ટગાર્ડના આ હેલિકોપ્ટરમાં માત્ર ત્રણ જ લોકો હતા, જે તમામના આ અકસ્માતમાં મોત થયા હતા. આ અકસ્માતની જે તસવીરો સામે આવી છે તે દિલધડક છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ હવામાં આગના મોટા ગોટેગોટા જોવા મળી રહ્યા છે, ધુમાડાના ગોટેગોટાથી આખું આકાશ ઢંકાઈ ગયું છે.
હકીકતમાં, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું વિમાન નિયમિત તાલીમ માટે ઉડાન ભરી ચૂક્યું હતું. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટર લેન્ડિંગ સમયે જ ક્રેશ થઇ ગયું અને તેમા સવાર ત્રણેય લોકોના દર્દનાક મોત થઇ ગયા. મોટી વાત એ છે કે બે મહિના પહેલા પણ કોસ્ટગાર્ડનું એક હેલિકોપ્ટર આવી જ રીતે ક્રેશ થયું હતું.





