Coastguard Rescue Helicopter Tragedy : ભારતીય કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર ધ્રુવે અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું છે. જેમાં સવાર બે પાઇલોટ સહિત ત્રણ લોકો ગુમ હોવાનું કહેવાય છે. એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે. આ હેલિકોપ્ટર ગુજરાતમાં પૂર અને રાહત કાર્યમાં રોકાયેલું હતું. જ્યારે રાહત બચાવ ટીમને હવે બચાવવા રેસક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત પૂર બચાવ કાર્યમાં જોડાયેલુ હતુ હેલિકોપ્ટર
મળતી માહિતી મુજબ ગુજરાતમાં આવેલા પૂરમાં રાહત કાર્ય માટે 4 જહાજ અને બે એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવ્યા હતા. કોસ્ટ ગાર્ડે આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 70 જેટલા લોકોને બચાવ્યા છે.
એક નો બચાવ, ત્રણ હજુ લાપતા
આ હેલિકોપ્ટરને અચાનક ટેક્નિકલ સમસ્યાના કારણે લગભગ 11 વાગે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગ બાદ રિકોનિસન્સ એરક્રાફ્ટને શોધ માટે બહાર કાઢવામાં આવ્યું હતું. આ દુર્ઘટના બાદ એક ક્રૂમેમ્બરને બચાવ્યો પરંતુ હજુ સુધી ત્રણ લોકો વિશે કોઈ માહિતી મળી નથી.
પોરબંદર સમુદ્રમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ
ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠે મોટર ટેન્કર હરિ લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બચાવવા માટે ALH હેલિકોપ્ટરે 2 સપ્ટેમ્બરે રાત્રે 11 વાગ્યે ઉડાન ભરી હતી. થોડા સમય બાદ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું જેના કારણે તે દરિયામાં પડી ગયું. બચાવ કાર્ય માટે ચાર જહાજ અને બે વિમાન તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – Gujarat Monsoon Rain: ગુજરાત વરસાદ: ભરૂચમાં આભ ફાટ્યું, 18 ઇંચ વરસાદ થી જળબંબાકાર, વાહન પાણીમાં તણાયા
જાણકારોના મતે ધ્રુવ હેલિકોપ્ટરની ડિઝાઈનને કારણે પણ સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ગયા વર્ષે ઘણા હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યા હતા. આ હેલિકોપ્ટર્સને અપગ્રેડ કરવાની પ્રક્રિયા હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા ચાલી રહી હતી.