Porbandar Lok Sabha Eelection Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે. ગુજરાતની પોરબંદર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના મનસુખ માંડવિયાએ કોંગ્રેસના લલિત વસોયા સામે 3,83,360 મતોથી જીત મેળવી છે. પોરબંદરમાં ભાજપે સતત ત્રીજી જીત મેળવી છે. મનસુખ માંડવિયાને 6,33,118 મત મળ્યા હતા. જ્યારે લલિત વસોયાને 2,49,758 મત મળ્યા હતા
પોરબંદર લોકસભા સીટ પર 51.83 ટકા મતદાન
પોરબંદર લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. રાજકોટમાં કુલ 51.83 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો ધોરાજીમાં 51.89 ટકા,ગોંડલમાં 52.19 ટકા, જેતપુરમાં 51.54 ટકા, કેશોદમાં 47.03 ટકા,કુતિયાણામાં 47.55 ટકા, માણાવદરમાં 53.94 ટકા અને પોરબંદરમાં 57.99 ટકા મતદાન નોંધાયું હતું.
2019માં શું હતું પરિણામ
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર રમેશ ધડુકનો કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે 2,29,823 મતોથી વિજય થયો હતો. લલિત વસોયાને 59.36 ટકા અને લલિત વસોયાને 35.17 ટકા વોટ મળ્યા હતા.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 પરિણામ, ગાંધીનગરમાં ભાજપનો 35 વર્ષથી છે દબદબો
લોકસભા ચૂંટણી પોરબંદર બેઠક પર ચૂંટાયેલા સાંસદ
- 1977 – ધરમશીભાઈ પટેલ (જનતા પાર્ટી)
- 1980 – માલદેવજી ઓડેદરા (કોંગ્રેસ)
- 1984 – પરષોત્તમ ભાઇ ભલોડીયા (કોંગ્રેસ)
- 1989 – બલવંત ભાઈ માનવર (જનતાદળ)
- 1991 – હરિલાલ પટેલ (ભાજપ)
- 1996 – ગોરધનભાઈ જાવીયા (ભાજપ)
- 1998 – ગોરધનભાઈ જાવીયા (ભાજપ)
- 1999 – ગોરધનભાઈ જાવીયા (ભાજપ)
- 2004 – હરિલાલ પટેલ (ભાજપ)
- 2009 – વિઠ્ઠલભાઇ રાદડીયા (કોંગ્રેસ)
- 2013 – વિઠ્ઠલભાઇ રાદડીયા (ભાજપ, પેટા ચૂંટણી)
- 2014 – વિઠ્ઠલભાઇ રાદડીયા (ભાજપ)
- 2019 – રમેશ ધડુક (ભાજપ)
- 2024 – મનસુખ માંડવિયા (ભાજપ)
પોરબંદર લોકસભા બેઠક 12 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 ડો. મનસુખ માંડવિયા ભાજપા 2 એન.પી. રાઠોડ બસપા 3 લલિત વસોયા કોંગ્રેસ 4 લાખણસી ઓડેદરા વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી 5 નિલેશકુમાર શેખવા સમાજવાદી પાર્ટી 6 હરસુખલાલ સિદ્ધપરા લોગ પાર્ટી 7 બીપિનકુમાર જેઠવા અપક્ષ 8 નાથાભાઈ ઓડેદરા અપક્ષ 9 મહેમુદભાઈ સૈયદ અપક્ષ 10 ચંદુભાઈ રાઠોડ અપક્ષ 11 જતીન સોલંકી અપક્ષ 12 હુસેનભાઈ સોઢા અપક્ષ





