Pratik Doshi Profile : નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમની પુત્રી પરકલા વાંગમયી અને પ્રતિક દોશીના લગ્ન બેંગલુરુમાં તેમના પૈતૃક ઘરે સાદગી સાથે કર્યા હતા. આ લગ્ન સમારોહમાં ન તો કોઈ વીઆઈપીને આમંત્રણ આપવામાં આવ્યું હતું, કે ન તો કોઈ રાજકારણી જોવા મળ્યા હતા. લગ્નમાં માત્ર નજીકના પરિવારના સભ્યો અને સંબંધીઓ જ હાજર રહ્યા હતા.
પરકલા વાંગમયીએ ગુજરાતના વતની પ્રતિક દોશી સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા અને ઉડુપીના અદામારુ મઠના પૂજારીઓએ તમામ લગ્ન વિધિઓ પૂરી કરી હતી. લગ્નમાં મઠની વૈદિક પરંપરાઓનું પણ પાલન કરવામાં આવ્યું હતું.
નિર્મલા સીતારમણના જમાઈ કોણ છે?
પ્રતિક દોશી, જેઓ ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેઓ વડાપ્રધાન કાર્યાલય (PMO)માં OSD (રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી) તરીકે કામ કરે છે. PMOમાં કુલ 4 OSD છે, જેમાંથી પ્રતિક એક છે. પ્રતિક દોશીને ‘મેનેજમેન્ટ ગુરુ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ચૂંટણીના સંચાલનમાં નિપુણતા ધરાવે છે. ડેટા એનાલિસિસ માસ્ટર પણ છે. અહેવાલો અનુસાર, પ્રતીક દોષી એ વ્યક્તિ છે, જે પીએમની ભારત અને વિદેશની મુલાકાતો માટે રણનીતિ તૈયાર કરે છે.
કોણ છે પ્રતિક દોશી? (Who is Pratik Doshi)
PMOની અધિકૃત વેબસાઈટ પર આપેલ પ્રતિક દોશી (Pratik Doshi Profile) ના કાર્યની વિગતો અનુસાર, ભારત સરકાર (એલોકેશન ઓફ બિઝનેસ રૂલ્સ)) 1961 મુજબ, પ્રતિક દોશી રિસર્ચ અને સ્ટ્રેટજી સંબંધિત મુદ્દાઓ પર વડાપ્રધાનને સેક્રેટરઝ સહાયતા કરે છે. જોકે, તેમનું કામકાજ રિસર્ચ અને સ્ટ્રેટજી સુધી જ સિમીત નથી.
પીએમ મોદી સાથે પ્રતીકનો જૂનો સંબંધ
પ્રતિક દોશી વર્ષ 2014માં પીએમઓમાં જોડાયા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો જૂનો સંબંધ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રતિક મુખ્યમંત્રી કાર્યાલયમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. બાદમાં જ્યારે તે દિલ્હી આવ્યા ત્યારે પ્રતિક પણ દિલ્હી આવ્યો હતો. વર્ષ 2019 માં, જ્યારે નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન બન્યા, ત્યારે પ્રતીક દોષીને જોઈન્ટ સેક્રેટરીના હોદ્દા પર બઢતી આપવામાં આવી. ભલે તેમની પોસ્ટ ઓએસડી હોય, પરંતુ વાસ્તવિક કાર્ય તેના કરતા ઘણું વધારે છે.
પ્રતીક દોશીને પીએમની આંખ અને કાન કહેવામાં આવે છે
સિંગાપોર મેનેજમેન્ટ સ્કૂલથી MBAનો અભ્યાસ કરનાર પ્રતિક દોશી ખૂબ જ લો પ્રોફાઇલ ધરાવે છે અને સોશિયલ મીડિયા વગેરે પર પણ જોવા મળતા નથી. PMOમાં પ્રતિક દોશીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંખ અને કાન કહેવામાં આવે છે. ધ પ્રિન્ટના એક અહેવાલ અનુસાર, પ્રતીક એકમાત્ર એવો અધિકારી છે જે પસંદગી અને નિમણૂક સંબંધિત મુદ્દા પર વડા પ્રધાનને અંતિમ ઇનપુટ આપે છે.
સરકારમાં અમલદારની નિમણૂક હોય, વાઇસ ચાન્સેલરની નિમણૂક હોય કે પછી IIT-IIMમાં ડિરેક્ટરની નિમણૂક હોય. પ્રતિક દોશી એ છે, જે પીએમને ફીડબેક આપે છે. દિલ્હીના પાવર સર્કલમાં પ્રતીક દોશી એક એવી વ્યક્તિ છે, જેને લગભગ દરેક ટોપ બ્યુરોક્રેટ સાથે જોડાયેલી જાણકારી હોય છે. પ્રતિક ખુદ લાઈમ લાઈટમાં નથી રહેતા પણ બધાની ખબર તે રાખે છે.
નાણામંત્રીની પુત્રી કોણ છે?
નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયી, વ્યવસાયે પત્રકાર છે અને લોકપ્રિય અખબાર મિન્ટ લાઉન્જના કલ્ચર વિભાગમાં કામ કરે છે. અગાઉ તે ‘ધ હિન્દુ’ના ફીચર્સ વિભાગમાં કામ કરતી હતી. પારકલાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બીએ કર્યું છે. આ પછી, તેમણે નોર્થવેસ્ટર્ન મેડિલ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. વાંગમયી પણ ખૂબ જ લો પ્રોફાઇલ રાખે છે. તેણીએ કલા, સંસ્કૃતિ, જીવનશૈલી પર પુસ્તકો પણ લખી ચુકી છે.