PM Modi Mother Dies : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે શુક્રવારે વહેલી સવારે નિધન થયું છે. શતાયું હીરાબાના નિધનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં મોટી ખોટ પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુત્ર ધર્મ નિભાવીને હીરાબાને મુખાગ્ની આપી હતી. દુઃખની આ ઘડીમાં સંવેદના વ્યક્ત કરનાર શુભચિંતકો માટે મોદી પરિવારે આભાર માન્યો હતો.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મોદી પરિવારે કહ્યું, “આ મુશ્કેલ સમયમાં પ્રાર્થના કરવા માટે અમે દરેકનો આભાર માની રહ્યા છીએ. અમારી સૌને નમ્ર વિનંતી છે કે દિવંગત આત્માને તમારા વિચારોમાં રાખો અને તમારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને ચાલુ રાખો. આ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ હશે.
શુકર્વારે સવારે 3.30 કલાકે અવસાન થયું
અમદાવાદની યુન મહેતા હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ PM મોદીના માતા હીરાબેનનું શુક્રવારે સવારે 3.30 વાગ્યે નિધન થયું હતું. બુધવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પીએમ તેમની માતાની ખબર પૂછવા અમદાવાદ ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને અંતિમયાત્રા ગાડીમાં બેઠા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાબાને કાંધ આપીને પ્રોટોકોલ તોડીને અંતિમયાત્રા ગાડીમાં બેઠા હતા. સ્મશાનગૃહમાં પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુત્ર ધર્મ નિભાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ માતાના પાર્થિવ દેહને ઘી લગાડીને તેમને મુખાગ્ની આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો પાર્થિવ દેહ પંચતત્વોમાં વિલીન થયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુત્ર ધર્મ નિભાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર આવીને માતાના ચરણોમાં નતમસ્તક થઈને વંદન કર્યા હતા. ત્યારબાદ માતા હીરાબાની અર્થીને કાંધ આપી હતી. ત્યારબાદ પ્રોટોકોલ તોડીને અંતિમગાડીમાં બેઠા હતા. વડાપ્રધાન મોદી પુત્ર ધર્મ નિભાવતા માતાને ઘી સર્પણ કર્યું હતું અને ત્યારબાદ મુખાગ્ની આપ્યો હતો.