scorecardresearch

મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની અરજી પર હાઈકોર્ટે ફરી ગુજરાત સરકાર પાસેથી માંગ્યો જવાબ

ban Loudspeakers in Mosques : ગાંધીનગર (Gandhinagar) માં મસ્જિદમાં લાઉડસ્પિકરના ઉપયોગ પર પ્રતિબંધ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (Public Interest Litigation) પર ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ગુજરાત સરકાર (Gujarat Goverment) પાસે જવાબ માંગ્યો છે. તો જોઈએ શું છે મામલો?

judge illegal promotion cases in gujarat
ગુજરાત હાઇકોર્ટ (Express Photo)

ગુજરાત સરકારે મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર એક વર્ષ પહેલાં જાહેર કરેલી હાઇકોર્ટની નોટિસનો જવાબ આપ્યો નથી. કોર્ટે બુધવારે એડવોકેટ જનરલને 12 જૂન સુધીમાં સરકારનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ગાંધીનગર સ્થિત ડૉક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, સેક્ટર 5Cમાં, જ્યાં તેઓ રહે છે, “મુસ્લિમ સમુદાયના લોકો જુદા જુદા સમયે નમાજ માટે આવતા હતા… અને તેઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરે છે,” જેના કારણે નજીકના રહેવાસીઓને અસુવિધા અને પરેશાની ઉભી થાય છે.”

અરજદારે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને ટાંક્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં એમ્પ્લીફાઈંગ સાધનોની મદદથી મુસ્લિમ કોલોને પ્રાર્થના કરવાની મંજૂરી આપવાની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી.

તેમણે એમ પણ કહ્યું કે, જૂન 2020 માં, તેમણે ગાંધીનગર મામલતદારને આ અંગે લેખિત ફરિયાદ કરી હતી, જે તેમણે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં મોકલી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

અરજદારના જણાવ્યા અનુસાર, ધ્વનિ પ્રદૂષણ નિયમો હેઠળ નિર્ધારિત અનુમતિપાત્ર સ્તર 80 ડેસિબલ છે. તેમણે કહ્યું કે, નમાજ માટે લાઉડસ્પીકર્સનો ઉપયોગ તેમના મૂળભૂત અધિકારોનું અતિક્રમણ કરે છે અને રાજ્યની મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે યોગ્ય સત્તાવાળાને નિર્દેશ આપવા માંગ કરી હતી.

Web Title: Public interest litigation ban on loudspeakers mosques gujarat high court gujarat govt

Best of Express