ગુજરાતમાં ફરી પેપરલીક થવાની ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને B.comના પેપર લીક થઇ જતા ખળભળાટ મચી ગયો છે.. BBAનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું. બુધવારે મોડી રાત્રે પરીક્ષાઓ કથિત રીતે લીક થઈ હતી. પ્રશ્નપત્ર લીક થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા રદ કરી છે.
આમ આદમી પાર્ટી (AAP)એ કથિત પેપર લીકને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કરતા કહ્યું કે તેણે વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યને બરબાદ કરી દીધું છે. તેમણે દાવો કર્યો છે કે લોકો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓનું ભવિષ્ય બગાડશે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં B.Com ના સેમેસ્ટર-3 માટે અર્થશાસ્ત્ર વિષયનું પ્રશ્નપત્ર કથિત રીતે લીક થયાના એક વર્ષ પછી આ પેપર લીક થવાની ઘટના સામે આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, આજે બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ(નવો કોર્સ) અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાકોર્પોરેટ ગવર્નન્સ-1ના પેપર લેવાના હતા. જો કે આ બન્ને પેપર એક દિવસ અગાઉ એટલે કે 12 ઓક્ટોબરના રોજ લીક થઈ જતા BBAનું નવું પ્રશ્નપત્ર તૈયાર કરી પરીક્ષા લેવામાં આવી રહી છે. જ્યારે B.comની પરીક્ષા રદ કરી ફરીથી લેવામાં આવશે.લગભગ 4000 વિદ્યાર્થીઓ બીબીએ અને 12000 જેટલા કોમર્સની પરીક્ષા આપવાના હતા.
વાઇસ ચાન્સલેર ભીમાણીએ મીડિયાને જણાવ્યું હતું કે રાજકોટ શહેરની 17 બીબીએ કોલેજોએ સવાર સુધીમાં પ્રશ્નપત્રો પરત કરી દીધા હતા જ્યારે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં આવેલી 20 અન્ય કોલેજોમાંથી પ્રશ્નપત્રોની રાહ જોવાઈ રહી હતી. “યુનિવર્સિટી તેમની (પાર્સલ) તપાસ કરશે અને જે પણ દોષિત ઠરશે તેને સજા કરવામાં આવશે, પછી તે કોલેજના સંચાલક, આચાર્ય, શિક્ષક અથવા સ્ટાફ સભ્ય હોય. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં અને પોલીસ કાર્યવાહી સહિત કડક કાર્યવાહી કરવામાં આવશે