Rajkot : રાજકોટ શહેરની ક્રાઈમ બ્રાંચે ગુરુવારે બે શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી 3.51 કરોડ રૂપિયાની 47 કાર રિકવર કરી છે. પોલીસે જણાવ્યું હતું કે બંને કથિત રૂપે માલિકોની જાણ વિના તૃતીય પક્ષોને ભાડે લીધેલી કાર વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના સબ ઈન્સ્પેક્ટર એમ.જે.હુણની આગેવાની હેઠળની ટીમે રાજકોટના રહેવાસી કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી કોટડિયા (27) અને જામનગરના રહેવાસી બિલાલશા શાહમદાર (32)ની ધરપકડ કરી હતી.
સેલ્ફ-ડ્રાઈવિંગ માટે કાર ભાડે લેતા હતા
પોલીસના ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) પાર્થરાજસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે બંનેએ આ કારોને સેલ્ફ-ડ્રાઈવિંગ હેતુ માટે ભાડે લીધી હતી. જોકે તેમના માલિકોને પરત કરવાને બદલે બંનેએ તેમના માલિકોની જાણ વગર કેટલીક કાર વેચી દીધી હતી.
થર્ડ પાર્ટીને કેટલીક કાર વેચી દીધી હતી
ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર મેહુલ ગોંડલિયાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેઓએ તે કારના હકદાર માલિકોની જાણ વગર ગુજરાતમાં થર્ડ પાર્ટીને કેટલીક કાર વેચી દીધી હતી અને અન્યને વેચવાની પ્રક્રિયામાં હતા.
આ પણ વાંચો – રાજકોટના યુવકના મૃત્યુના થોડા દિવસ બાદ તેના મિત્રનું પણ પોલીસના ત્રાસથી મોત
પોલીસે જણાવ્યું હતું કે કોટડિયા પોતે તેની કાર ભાડે આપતો હતો. તે શાહમદારના નામે ભાડેથી કાર માંગતો હતો અને માલિકોનો વિશ્વાસ જીતવા માટે થોડી ટ્રિપ માટે યોગ્ય ભાડું ચૂકવતો હતો. જોકે ચોક્કસ સમય પછી શાહમદાર કાર પરત કરતો ન હતો અને બંનેએ તેને અન્ય કોઈને વેચી દેતા હતા.
આઈપીસી કલમ 406 (વિશ્વાસનો ફોજદારી ભંગ), 420 (છેતરપિંડી અને અપ્રમાણિક રીતે મિલકતની ડિલિવરી) અને 114 હેઠળ ચાર પોલીસ સ્ટેશનો – રાજકોટ તાલુકા, બી ડિવિઝન, ગાંધીગ્રામ અને ભક્તિનગર ખાતે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર મેહુલ ગોંડલિયાએ કહ્યું હતું કે અમે આરોપીઓએ છેતરપિંડી દ્વારા મેળવેલી લગભગ તમામ કાર પાછી મેળવી છે. કેટલાક વધુ વાહનોને રિકવર કરવાના પ્રયાસો ચાલુ છે.