/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Rahul-Gandhi-defamation-case.jpg)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (File)
રાહલ ગાંધી મોદી સરનેમ પર ટીપ્પણી કરી ફસાયેલા માનહાની કેસમાં કોંગ્રેસ નેતા હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. તેમના તરફથી અપીલ કરવામાં આવી છે કે, તેમને આ કેસમાં સજા ન થવી જોઈએ. વાસ્તવમાં, જ્યારે હાઈકોર્ટે રાહુલની સજા પર સ્ટે આપ્યો ન હતો, ત્યારે સ્પષ્ટ થઈ ગયું હતું કે, કોંગ્રેસ નેતા હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. હવે એ જ એપિસોડમાં કોંગ્રેસના નેતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
શું છે આ સમગ્ર મામલો?
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આ મહિને હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી શકાય નહીં. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટના ચુકાદામાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તે જ આધાર પર રાહુલની અરજીને ફગાવી દેવામાં આવી હતી. આ પહેલા પણ રાહુલની તમામ અરજીઓ આ રીતે ફગાવી દેવામાં આવી છે. આ મામલો વર્ષ 2019 સાથે સંબંધિત છે, જ્યારે રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
રાહુલે શું કહ્યું?
રાહુલ ગાંધીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, ‘…એવું શું છે કે બધા ચોરોની અટક મોદી હોય છે.’ કર્ણાટકમાં ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવતા, ગુજરાત ભાજપના નેતા અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે ફોજદારી માનહાનિની ​​ફરિયાદ નોંધાવી હતી, અને કેસ નોંધવામાં આવ્યો હતો. પોતાની ફરિયાદમાં પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, આ નિવેદન દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ માત્ર કોઈ ખાસ વ્યક્તિની જ નહીં પરંતુ સમગ્ર મોદી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રાહુલ ગાંધીના આ નિવેદનથી સમાજમાં મોદી સમુદાયના લોકોના સન્માનને ઠેસ પહોંચી છે.
આ પણ વાંચો - માનહાની કેસ : રાહુલ ગાંધીની અપીલ ગુજરાત હાઇકોર્ટે ફગાવી, આનો અર્થ શું છે?
કયો છે રાહુલનો નવો બંગલો?
જો કે, થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, રાહુલ ગાંધીને ટૂંક સમયમાં નવો બંગલો મળવા જઈ રહ્યો છે. જ્યારથી રાહુલની સદસ્યતા રદ કરવામાં આવી હતી, ત્યારથી તેણે સરકારી બંગલો પણ છોડવો પડ્યો હતો. આ સમાચાર આવ્યા બાદ હવે રાહુલ ગાંધી એ બંગલામાં રહી શકશે, જે સરકારે દિલ્હીની પૂર્વ સીએમ શીલા દીક્ષિતને ફાળવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us