/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/PTI03_23_2023_000037A.jpg)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતમાં તેમની કથિત 'મોદી સરનેમ' ટીપ્પણી બદલ તેમની સામે દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસની સુનાવણી માટે સુરત જિલ્લા કોર્ટમાં પહોંચ્યા. (પીટીઆઈ)
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ગુજરાતના સુરતની અદાલતે તેમની "મોદી અટક" ટિપ્પણી અંગે ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકાર્યા પછી સત્ય અને અહિંસા વિશે એક ટ્વિટ કરી હતી.
કૉંગ્રેસના નેતાએ કોર્ટના ચુકાદા પછી તરત જ હિન્દીમાં એક ટ્વિટમાં લખ્યું હતું કે, “મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે. - મહાત્મા ગાંધી.''
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમની 'મોદી અટક' ટિપ્પણી બદલ ફોજદારી માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
मेरा धर्म सत्य और अहिंसा पर आधारित है। सत्य मेरा भगवान है, अहिंसा उसे पाने का साधन।
- महात्मा गांधी— Rahul Gandhi (@RahulGandhi) March 23, 2023
કૉંગ્રેસ નેતાના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે, કોર્ટે તેમને જામીન આપ્યા હતા અને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે 30 દિવસ માટે સજાને સ્થગિત કરી હતી.
મંગુકિયાએ જણાવ્યું હતું કે, કોર્ટે રાહુલ ગાંધીજીને ફોજદારી માનહાનિ સાથે કામ કરતી ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ સજા ફટકારી હતી.
ચુકાદો સંભળાવતા સમયે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર હતા.
આ પણ વાંચો: રાહુલ ગાંધી માનહાની કેસ : શું છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી
રાહુલ ગાંધી પર તેમના કથિત આરોપ માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ નોંધાવેલી ફરિયાદ પર ટિપ્પણી કરવામાં આવી હતી કે, "બધા ચોરોની સામાન્ય અટક મોદી કેવી રીતે હોઈ શકે ?"
વાયનાડના લોકસભા સાંસદે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન 13 એપ્રિલ, 2019 ના રોજ કર્ણાટકના કોલારમાં એક રેલીને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us