રાહુલ ગાંધી માનહાની કેસ : જસ્ટિસ ગીતાના અલગ થયા બાદ જસ્ટિસ હેમંત પ્રચ્છક સુનાવણી કરશે

Rahul Gandhi defamation case : રાહુલ ગાંધી માનહાની કેસને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં સુનાવણી 29 એપ્રિલે શનિવારે જસ્ટિસ હંમંત એમ. પ્રચ્છક (Justice Hemant Prachchhak) ની કોર્ટમાં થશે, આ પહેલા જસ્ટિસ ગીતા ગોપી (Justice Geeta Gopi) એ પોતાને આ કેસની અલગ કર્યા હતા.

Written by Kiran Mehta
Updated : April 28, 2023 15:17 IST
રાહુલ ગાંધી માનહાની કેસ : જસ્ટિસ ગીતાના અલગ થયા બાદ જસ્ટિસ હેમંત પ્રચ્છક સુનાવણી કરશે
રાહુલ ગાંધી માનહાની કેસ - જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકની કોર્ટમાં થશે

અંકિત રાજ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી શનિવારે (29 એપ્રિલ) જજ હેમંત એમ.પ્રચ્છકની કોર્ટમાં થશે. જ્યારે જસ્ટિસ ગીતા ગોપીએ અપીલની સુનાવણીમાંથી પોતાને અલગ કર્યા હતા, ત્યારે આ મામલો જસ્ટિસ પ્રચ્છકની કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. આ વાત ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી પરથી જાણવા મળે છે.

જસ્ટિસ પ્રચ્છકનો જન્મ ગુજરાતમાં થયો છે, ત્યાં જ કાયદાની પ્રેક્ટિસ કરી અને ત્યાં જ જજ બન્યા હતા. ગુજરાત હાઈકોર્ટની વેબસાઈટ પરની તેમની પ્રોફાઈલ મુજબ, તેમણે 1992માં પોરબંદર કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી અને તે જ વર્ષે 28 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.

લગભગ 30 વર્ષની પ્રેક્ટિસ બાદ 18 ઓક્ટોબર, 2021ના રોજ તેમને જજ બનાવવામાં આવ્યા. તેમની સાથે વધુ છ જજોએ શપથ લીધા હતા. જસ્ટિસ પ્રચ્છકનો જન્મ 4 જૂન, 1965ના રોજ પોરબંદર, ગુજરાત (જે મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે)માં થયો હતો.

જસ્ટિસ ગીતા ગોપીની કોર્ટમાં રાહુલ ગાંધીની અપીલની સુનાવણી માટે અરજી દાખલ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું, “મારી કોર્ટમાં નહી.” કાનૂની નિષ્ણાતો કહે છે કે, સામાન્ય રીતે ન્યાયાધીશ ત્રણથી ચાર કારણોસર કેસની સુનાવણીથી પોતાને દૂર કરી દે છે.

  1. જો ન્યાયાધીશ પોતાને આ કેસ સાથે સાંકળવા માંગતા ન હોય. ઉદાહરણ તરીકે, રાહુલ ગાંધીનો કેસ હાઈપ્રોફાઈલ છે, તેથી જો કોઈ ન્યાયાધીશ પોતાને હાઈપ્રોફાઈલ કેસથી દૂર રાખવા માંગે છે, તો તે તેની સુનાવણીથી પોતાને દૂર કરી શકે છે.
  2. વિચારધારાના પ્રશ્ન પર. આ મામલો બે રાજકીય પક્ષોના નેતાઓ સાથે જોડાયેલો છે. જો આમાંથી કોઈપણ એકની વિચારધારા ન્યાયાધીશની રાજકીય વિચારધારા સાથે મેળ ખાતી હોય તો તે ન્યાયાધીશ પોતાને આ બાબતથી દૂર રાખી શકે છે.
  3. હિતોનો સંઘર્ષ. જો ન્યાયાધીશ બેમાંથી કોઈ એક પક્ષ સાથે કોઈપણ રીતે સંકળાયેલો હોય, તો તે આ કેસમાંથી પોતાને દૂર કરી શકે છે.
  4. ક્યારેક જુના સંબંધોના કારણે જજ પોતાને કેસથી દૂર રાખે છે. ઉદાહરણ તરીકે, જો ન્યાયાધીશ, જેમનો કેસ તેણે વકીલ તરીકે લડ્યો હોય, તેનો કેસ તેની કોર્ટમાં આવે, તો તે સુનાવણીથી પોતાને અલગ કરી શકે છે.

આ પણ વાંચોરાહુલ ગાંધી માનહાની કેસ: કોણ છે જસ્ટિસ ગીતા ગોપી? જેમણે પોતાને રાહુલ ગાંધી કેસની સુનાવણીમાંથી અલગ કરી દીધા

જસ્ટિસ ગીતા ગોપીએ આ મામલે સુનાવણી ન કરવા માટે કોઈ કારણ આપ્યું નથી. જસ્ટિસ ગીતા ગોપીએ 1993માં નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેણી 24 નવેમ્બર 2008 ના રોજ જિલ્લા ન્યાયાધીશ બન્યા અને 3 માર્ચ 2020 ના રોજ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થયા હતા.

ડિક્લેઈમર : આ આર્ટિકલ જનસત્તા પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ