રાહુલ ગાંધી માનહાની કેસ : શું છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી

Rahul Gandhi defamation case : રાહુલ ગાંધી આ મામલાને ઉચ્ચ અદાલતમાં પડકારી શકે તે માટે આ દરમિયાન તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ કિસ્સામાં, ગુનેગારને બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સાથે સજા કરવામાં આવે છે.

Rahul Gandhi defamation case : રાહુલ ગાંધી આ મામલાને ઉચ્ચ અદાલતમાં પડકારી શકે તે માટે આ દરમિયાન તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ કિસ્સામાં, ગુનેગારને બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સાથે સજા કરવામાં આવે છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Rahul Gandhi guilty

રાહુલ ગાંધી આ મામલાને ઉચ્ચ અદાલતમાં પડકારી શકે છે (ફોટો - એક્સપ્રેસ)

Rahul Gandhi defamation case : 2019માં લોકસભાની ચૂંટણી વખતે આપેલા નિવેદન બદલ સુરત કોર્ટે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ છે? આ અંગે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કર્યો હતો. સજા જાહેર થયા બાદ રાહુલ ગાંધીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. હાલમાં કોર્ટે 30 દિવસની સજા પર રોક લગાવી છે. સૂત્રોનું કહેવું છે કે, રાહુલ ગાંધી આ મામલાને ઉચ્ચ અદાલતમાં પડકારી શકે છે.

Advertisment

શું છે સમગ્ર મામલો?

કર્ણાટકમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ કેસમાં રાહુલ ગાંધી ત્રણ વખત કોર્ટમાં હાજર થયા હતા. આ મામલે કોર્ટમાં કોલાર, કર્ણાટકના તત્કાલિન ચૂંટણી અધિકારી અને ભાષણ રેકોર્ડ કરનાર ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડરનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

જોકે, સુરત કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ તેમના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. રાહુલ ગાંધીએ કોર્ટને કહ્યું કે, ચૂંટણી રેલીમાં તેમણે શું કહ્યું તે તેમને યાદ નથી. રાહુલ ગાંધીને IPCની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમને આ મામલે અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ કિસ્સામાં, ગુનેગારને બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સાથે સજા કરવામાં આવે છે.

Advertisment

આ પણ વાંચો - રાહુલ ગાંધી દોષિત, 2 વર્ષ જેલની સજા : ‘… સરનેમ મોદી’ માનહાની કેસમાં સુરત કોર્ટે આપ્યો ચુકાદો, અપીલ માટે મળ્યા જામીન

આ મામલે પૂર્ણેશ મોદીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીના આ નિવેદનથી સમાજમાં મોદી સમુદાયના લોકોના સન્માનને ઠેસ પહોંચી છે. ગુજરાત ભાજપના નેતાના આક્ષેપો અને તથ્યો અને પુરાવાના આધારે સુરત કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે ગયા શુક્રવારે સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચુકાદાની તારીખ 23 માર્ચ નક્કી કરી હતી.

એક્સપ્રેસ એક્સપ્લેન ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત નરેન્દ્ર મોદી Express Exclusive રાહુલ ગાંધી