/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Rahul-Gandhi-case-on-Supreme-Court.jpg)
રાહુલ ગાંધી માનહાની કેસમાં સજા પર સ્ટેની અરજી મામલે સુપ્રીમ કોર્ટે પૂર્ણેશ મોદીને નોટિસ ફટકારી
Rahul Gandhi Defamation Case on Supreme Court : મોદી સરનેમ પર માનહાની કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે આપવાનો ઈન્કાર કરતા ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે પૂર્ણેશ મોદીને નોટિસ ફટકારી છે, જેના પર તેમણે 10 દિવસમાં જવાબ આપવાનો રહેશે. આ મામલે આગામી સુનાવણી 10 ઓગસ્ટ 2023ના રોજ થશે. ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને અન્યને નોટિસ ફટકારી છે.
જસ્ટિસ બીઆર ગવઈ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે આજે સુપ્રીમ કોર્ટમાં મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે 15 જુલાઈના રોજ કેસની તાત્કાલિક સુનાવણી માટે અરજી કરી હતી. કોર્ટે 18 જુલાઈના રોજ અરજી સ્વીકારી હતી. આ પહેલા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ કેવિયેટ દાખલ કરી હતી અને અપીલ કરી હતી કે, તેમને સાંભળ્યા વિના કેસમાં નિર્ણય લેવામાં ન આવે. રાહુલ ગાંધી વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા.
જો રાહત નહીં મળે તો રાહુલ ગાંધી 2031 સુધી ચૂંટણી લડી શકશે નહીં
ઉલ્લેખનીય છે કે, માનહાનિના કેસમાં 23 માર્ચ 2023ના રોજ સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી. આ નિર્ણય બાદ રાહુલે સાંસદ પદ ગુમાવ્યું હતુ. આ નિર્ણય સામે રાહુલ ગાંધી હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ કોર્ટે તેમની સજા પર સ્ટે મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો. જો રાહુલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો તેઓ 2031 સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં. એવો નિયમ છે કે, સજા પૂર્ણ થયાના 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. આ કેસમાં 2 વર્ષની સજા અને ત્યારબાદ 6 વર્ષ એટલે 2031માં પૂર્ણ થશે.
આ પણ વાંચો - Rahul Gandhi Defamation Case : કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી, રાહુલ ગાંધીના ભાવીનો ફેંસલો 21 જુલાઈએ
આ ફરિયાદ ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ નોંધાવી હતી, જેમણે 2019ની લોકસભા ચૂંટણી પહેલા એક રેલીમાં કોંગ્રેસના નેતાની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. હકીકતમાં, 13 એપ્રિલ 2019 ના રોજ, કર્ણાટકના કોલારમાં એક રેલી દરમિયાન, રાહુલ ગાંધીએ ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને લલિત મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કેવી રીતે બધા ચોરોની અટક મોદી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us