રેલ નાકાબંધી કેસ : અમદાવાદ કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અન્ય 30 લોકોને નિર્દોષ જાહેર કર્યા

Rail Blockade Case 2017 : કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Congress MLA Jignesh Mevani) એ 2017 માં દલિતોને ફાળવેલા પ્લોટ પર કબ્જાના વિરોધમાં આદંલોન સાથે રેલ રોકી નાકાબંધી કરી હતી, આ કેસમાં અમદાવાદ કોર્ટે (Ahmedabad Court)30 લોકોને નિર્દોષ જાહેર કર્યા.

Written by Kiran Mehta
January 16, 2024 17:29 IST
રેલ નાકાબંધી કેસ : અમદાવાદ કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અન્ય 30 લોકોને નિર્દોષ જાહેર કર્યા
રેલ નાકાબંધી કેસ 2017 - જીગ્નેશ મેવાણી

Rail blockade case 2017 : 2017 ના રેલ નાકાબંધી કેસમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટે મંગળવારે 2017 ના ગેરકાયદેસર એસેમ્બલી કરી અને નવી દિલ્હી જઈ રહેલી અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર રાજધાની ટ્રેનને વિક્ષેપિત કરવાના કેસમાં 30 અન્ય લોકો સાથે ધારાસભ્યને નિર્દોષ જાહેર કર્યા હતા.

અમદાવાદ જિલ્લાના સરોડા ગામની 13 મહિલાઓ સહિત મેવાણી, તેના તત્કાલિન સહયોગી રાકેશ માહેરિયા અને અન્ય 29 લોકો સામે IPC કલમ 143 (ગેરકાયદેસર ટોળુ), 147 (હુલ્લડ), 149, 332 કલમ, તથા 120B (ગુનાહિત કાવતરું) તેમજ રેલવે અધિનિયમની કલમ 153 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

જીગ્નેશ મેવાણી, સરોડા ગામના રહેવાસીઓ સાથે, દલિતોને ફાળવવામાં આવેલી જમીનના પ્લોટના કબજાની માંગ સાથે વિરોધનું નેતૃત્વ કર્યું હતું, જે ઉચ્ચ જાતિના પ્રભાવશાળી લોકોના કબજામાં છે.

11 જાન્યુઆરી, 2017 ના રોજ દાખલ કરાયેલી પ્રથમ માહિતી અહેવાલ મુજબ, મેવાણી અન્ય વિરોધીઓ સાથે ટ્રેનના એન્જિન પર ચઢી ગયા હતા અને રેલ્વે ટ્રેક પર સૂઈને ટ્રેનનો માર્ગ અવરોધિત કર્યો હતો.

બચાવ પક્ષના વકીલ ગોવિંદ પરમારના જણાવ્યા અનુસાર, ફરિયાદ પક્ષના લગભગ 70 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ પી.એન. ગોસ્વામીની મેજિસ્ટ્રેટ કોર્ટે 13 મહિલાઓ સહિત તમામ 31 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો – ગાંધીનગર: દહેગામના લિહોડા ગામમાં લટ્ઠાકાંડની શંકા, દેશી દારૂ પીધા બાદ બે ના મોત, ચાર સારવાર હેઠળ

અગાઉ, નવેમ્બર 2023 અને ઑક્ટોબર 2022 માં, એડિશનલ મેજિસ્ટ્રેટ ગોસ્વામીએ અન્ય બે કેસોમાં મેવાણીની સાથે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યાં 2016 ના વિરોધ માટે રમખાણોના આરોપો લાદવામાં આવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ