Gujarat Rain : નવરાત્રી પર વરસાદનું વિઘ્ન! ગુજરાતમાં 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો, ક્યાં કેટલો પડ્યો

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ અને સુરતમાં નોંધાયો હતો.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ અને સુરતમાં નોંધાયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Today Gujarat heavy rain news in gujarati

ગુજરાતમાં 24 કલાકમાં પડેલો વરસાદ - photo - Social media

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં સામે નવરાત્રી આવી રહી છે. સોમવારથી નવરાત્રી શરુ થવા જઈ રહી છે તો બીજી તરફ વરસાદ જામી રહ્યો છે. ધીમે ધીમે વરસાદ પડાવનો વિસ્તાર પણ વધી રહ્યો છે. અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ અને સુરતમાં નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 18 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 19 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચના વઘ્રામાં 3.78 ઈંચ અને સુરતમાં 3.35 ઈંચ પડ્યો.

ગુજરાતમાં બેથી ચાર ઈંચ વચ્ચે નોંધાયેલો વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ (ઈંચમાં)
ભરૂચવઘ્રા3.78
સુરતસુરત શહેર3.35
અમરેલીલાઠી2.2
નવસારીનવસારી2.01

ગુજરાતના 12 તાલુકામાં 1થી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 12 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. 84 પૈકી 16 તાલુકાને બાદ કરતા બાકીના તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

આજે ગુજરાતમાં અહીં પડશે વરસાદ

ગુજરાતમાં નવરાત્રીના આડે હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારના દિવસે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે.

આ પણ વાંચોઃ- લવ જેહાદનો શિકાર બનેલી ગુજરાતની દીકરીને આસામથી બચાવાઇ…

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ દીવસમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત